આ ચેનલ પર વર્ડપ્રેસને લગતું તમામ અનુભવ, ટ્રેન્ડ્સ, સિદ્ધાંતો અને બીજું ઘણું બધું અહીં શેર કરવામાં આવે છે જેથી અગિયાર વર્ષના બાળકો થી લઈને તમામ સિનિયર સિટીઝન પણ સરળતાથી સમજી શકે, શીખી શકે અને એનો અમલ પણ કરી શકે. WPVaat શરુ કરવાનો હેતુ એ છે કે ટેક્નોલોજીની વાતો એવી રીતે થાયે કે વડીલો અને યુવાનો ની વચ્ચે જનેરેશન ગેપ ઓછો થાયે અને આખો પરિવાર એક સાથે બેસીને સાંભળી શકે અને જોઈપણ શકે. અમારા એવા પ્રયાસો પણ છે કે દરેક દિવ્યાંગો પણ આ ચેનલનો લાભ લઈ શકે. અમે દરેક વિડીઓમાં સબટાઈટલ્સ (subtitles) પણ મુકવાના પ્રયાસોમાં છીએ જેથી જેમને ના સાંભળી શકવાની દિવ્યાંગતા હોય એ પણ આત્મવિશ્વાસ થી દરેક વાત શીખી શકે.