ઉર્મિવ સરવૈયા.ગુજરાતી ભાષામાં લખતા યુવા સાહિત્યકારોમાં આ નામ અત્યારે માનભેર લેવાય છે.ભાવનગર જીલ્લાના શિહોર તાલુકાના નાનકડા ગામ ખારી ના એક કુંભાર પરિવારમાં એમનો જન્મ અને ભાવનગરમાં શિક્ષણ કેમિકલ એન્જીનિયરીંગનો અભ્યાસ કરી ચૂકેલા આ સર્જકે લેખનમાં પોતાની કારકિર્દી બનાવી છે.માત્ર 18 વર્ષની ઉંમરે એમણે ગુજરાતી સાહિત્ય ને નવો દીવો આપ્યો જેને ગુજરાતી વાચકો અને સાહિત્યકારો એ વધાવી લીધો. સંબંધો,લાગણી, સામાજિક વિટંબણાઓ,કુરિવાજો, માણસની અંદર ચાલતી ગડમથલો ને જીવનની પરિસ્થિતિને આલેખતી ઉર્મીવ સરવૈયા ની લેખન કળા થી સૌને અચંભિત કરી રહ્યા છે.ટુંકીવાર્તા હોય કે લઘુકથા પછી હોય નવલકથા કે અખબારી લેખ, નાટક હોય કે ટૂંકીફિલ્મ અને "પાવર ઓફ ગુજરાતી" ગીત જેને ગુજરાત ના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર નીરવ બારોટના સ્વરે ગવાયું છે. સાહિત્ય અને ગીતો જેવા દરેક ક્ષેત્રમાં ઉર્મીવ સરવૈયાની કલમ પોતાનો કસબ બતાવી રહી છે.સાહિત્યીક સામયિક હોય, અખબારી કૉલમ હોય, સ્ટેજ હોય કે પછી ફિલ્મની સ્ક્રીન હોય એ દરેક માધ્યમ પર લોકો ને તરત જ પોતાના કરી લેવાની ક્ષમતા આ લેખકમાં સમાયેલી છે.