Tanvi Senjaliya

નવ રાત – નવ શક્તિનું પ્રતીક 🚩

નવરાત્રીની દરેક રાત્રીમાં દેવી માતાના નવ સ્વરૂપ પૂજાય છે 🙇‍♀️
આ નવ સ્વરૂપો મનુષ્યના જીવનની અંદરના નવ અવગુણોને દૂર કરીને નવ ગુણો પ્રગટાવે છે 🌼

જેમ કે અહંકારથી વિનમ્રતા, અજ્ઞાનથી જ્ઞાન, ભયથી શક્તિ, દુઃખથી આનંદ 🕊️

શુદ્ધિનો ઉત્સવ !

નવરાત્રીમાં ઉપવાસ, ભજન, ગરબા અને તપસ્યા દ્વારા શરીર, મન અને આત્માની શુદ્ધિ થાય છે.🚩
ઉપવાસ માત્ર ભોજનનો ત્યાગ નથી, પણ ઇન્દ્રિયોની કાબુમાં રાખવાની પ્રક્રિયા છે.✨

“રાત્રી” અંધકારનું પ્રતીક છે – અજ્ઞાન, ભય, માયા અને દુઃખનું.
દેવીની ઉપાસનાથી આ અંધકાર દૂર થાય છે અને પ્રકાશરૂપે આત્મજ્ઞાન મળે છે.☘️

ગરબા કે દીવડો ગોળ ગોળ ફરવો એ સંસારના ચક્રનું પ્રતીક છે – જન્મથી મૃત્યુ સુધી અને મૃત્યુથી પુનર્જન્મ સુધી.🦚

દીવડો (દીવો) મધ્યમાં રાખવો એ દેવીને જીવનના કેન્દ્રમાં માનવાનો સંદેશ આપે છે.🔥

2 months ago | [YT] | 1,390