Speak Bindas

India's no. #1 Mental Calculator Vishal Nagani: https://youtu.be/M3PhdUrKp7k



આપણે જેટલુ જાણીએ છીએ તે તો કદાચ એક બહારનાં વિશ્વનો ખેલ છે, પરંતુ સુક્ષ્મ રીતે, નિયમાતીત અને પંચ ઇન્દ્રિયાતીત કેટકેટલુય ઘટી રહ્યું છે જે આપણી બુધ્ધિ, વિચાર અને તર્કનાં બહારનો જ વણખેડાયેલો પ્રદેશ છે.


કુદરતની આવી જ એક કરામત અને અદભૂત પરચો એટલે વિશાલ નાગાણી. શકુંતલા દેવીને(1929–2013) તો આપણે અને વિશ્વ મેન્ટલ કેલ્ક્યુલેટર તરીકે ઓળખીએ જ છીએ પરંતુ તેવી જ એક આગવી હસ્તી વિશાલ નાગાણીને ઓળખીએ છીએ અને ખાસ તો વ્યક્તિત્વથી પર વાત કરીએ તો સુક્ષ્મ વિશ્વનાં કલ્પનાતીત અસ્તિત્વને જાણીએ છીએ?


વિશાલ નાગાણી એટલે હ્યુમન કેલ્ક્યુલેટર કે જેને આપણે ગુણાકાર, સરવાળા, વર્ગ વગેરે જેવા ત્રણ, ચાર કે પાંચ સુધીનાં આંકડાઓ આપીએ તો આપણે કેલ્ક્યુલેટર પર તેનો જવાબ મેળવીએ તે પહેલા જ તેનો જવાબ વિશાલ આપી દે છે! ત્રણ આંકડા, ચાર આંકડા અને પાંચ આંકડા સુધીનાં ઘડીયા જેવા આપડે કોઇ આંકડો આપીએ કે તરત જ જાણે સુપર કમ્પ્યુટર પ્રોસેસ કરવા લાગે વિશાલ તેના સચોટ જવાબો આપવા લાગે છે! વિશાલને રુબરુમાં મળો એટલે ખ્યાલ આવે કે આપણે આપણા મગજનો ખરેખર ખૂબજ ઓછો ઉપયોગ કરીએ છીએ(અને તો પણ ક્યારેક ’અપુન હી જ ભગવાન હે’ જેવું પ્રદર્શન કરતા હોઇએ છીએ). જો આપણે આપણા મગજનો વધુને વધુ ઉપયોગ કરતા રહીએ તો કંઇ જ અશક્ય નથી. અને આવા તો ઇતિહાસ અને વર્તમાનમાં કેટકેટલાય વિશેષ વ્યક્તિઓનાં દાખલા આપણી સમક્ષ છે.


મજાની વાત એ છે કે, વિશાલને પોતાને ખબર નથી કે આ જવાબો કેવી રીતે આવે છે. અને નથી તેની કોઇ ચોક્કસ પધ્ધતિ. એટલે એ કુદરતી છે. અને તેથી જ તે બીજાને પણ તે શિખવાડી શકે તેમ નથી. આખી પ્રોસેસ સેકન્ડનાં કહી શકાય કે છઠા ભાગમાં ઘટી જાય છે. આ વિડિયો જોશો તેમાં વિશાલને આ બાબતે પુછેલ પણ છે.


વિજ્ઞાન ચોક્કસ મગજ(બ્રેઇન)નાં રીસર્ચ સંદર્ભથી આ વાતને સમજાવી શકે, પરંતુ કોઇનાં બ્રેઇનને આવી રીતે સુપર બ્રેઇન બનાવી શકે ખરુ? વિજ્ઞાન તેની જગ્યાએ એકદમ યોગ્ય જ છે, પરંતુ કેટકેટલીય મહાન હસ્તીઓ કહી ગઇ છે કે વિજ્ઞાનની હજી તો પા-પા પગલી જ છે. આ સદીની AI ટેકનોલોજી આવ્યા પછી પણ આપણને આશ્ચર્ય થાય છે કે શું વાત છે! પરંતુ શોધનાં નવા-નવા પડળો ખૂલતા જ રહે છે.

વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સટાઇન કહી જ ગયા છે કે "Science is not final and should not be accepted as an unalterable given.". બધુ વિસ્તરતુ જ રહે છે.


વિશાલ નાગાણીનો સંપર્ક તેના મોબાઇલ નંબર 99135 42264 પર કરી શકો છો.


#vishalnagani #mentalcalculator #humancalculator #superpower #speakbindas #rajkot #gujarat #podcast #maths #mathematics #superhuman #brainpower #brain

7 months ago | [YT] | 10