Jay Maharudra Mahadev

શ્રી મહારુદ્ર મહાદેવ મંદિર,માડોધર

@telegram
t.me/Mahadev391760

@instagram
instagram.com/maharudr_mahadev_mandir?utm_source=q…

@whatsapp
whatsapp.com/channel/0029Va9zIABAzNbszjyMpR06

@Factbook
www.facebook.com/groups/997147260387660/?ref=share

@maps
Maharudra Mahadev Temple, Madodher
maps.app.goo.gl/UhZxUwtcyVwCVezT6



Jay Maharudra Mahadev

શ્રી મહારૂદ્ર મહાદેવ માડોધરનો રસપ્રદ ઇતિહાસ.

*🙏શ્રી મહારુદ્ર મહાદેવ🙏* *🙏શ્રી મહારુદ્ર હનુમાન દાદા 🙏*

[ ] શ્રી મહારૂદ્ર મહાદેવ મંદિર એ વડોદરા જીલ્લાના વાઘોડિયા -તાલુકાના માડોધર ગામે આવેલ છે. જે વડોદરાથી -પૂર્વમાં રર કિ.મી.ના અંતરે આવેલ છે. આ શિવાલયનું શિવલીંગ અનોખું છે. શિવલીંગની ભીતરમાં ગંગાજી -વહે છે. આ શિવલીંગ સામે -ચંદન તલાવડીમાં આશરે -૭૦૦ કરતા વધુ વર્ષ પહેલાનું મનાય છે. આ શિવલીંગ સ્વયંભુ છે જે ક્યાંય પણ જોવા મળે તેમ નથી. આ શિવલીંગ ચંદન તલાવડીમાંથી ગામલોકોએ બહાર કાઢી મંદિરમાં સ્થાપિત કરેલ છે. આ મહાદેવ મંદિરના પ્રાંગણમાં બે મોટા યજ્ઞ પણ થયેલ છે. ઘણા વર્ષો પહેલા પૂજય શંકરાચાર્યજી મહારાજ પણ અહીં પધાર્યા હતા. આ મહાદેવ મહાદેવ તમામની શુભકામના પૂર્ણ કરે છે. મંદિરમાં પાર્વતીજી, ગણેશજી, કાળભૈરવ, હનુમાનજી, બળીયાદેવ, અંબાજી માતાની મૂર્તિઓ પણ છે. દર વર્ષે ઘણા વર્ષોથી મહા શિવરાત્રિના દિવસે જીલ્લાનો મોટો મેળો અહીં ભરાય છે. જેમાં હજારોની સંખ્યામાં ભકતો લાભ લે છે. શ્રાવણ માસમાં પાર્થેશ્વર શિવલીંગ આખો માસ બનાવવામાં આવે છે. અહીં કૈલાસપતિનું વૃક્ષ પણ આવેલું છે. આ મહારૂદ્ર મહાદેવ માડોધરના મંદિરમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે છેલ્લા ૧૦૦થી વધુ વર્ષોથી ઘીના કમળના દર્શન થાય છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે ઘીનું કમળ જે શ્રી રણછોડજી મંદિર માડોધરમાં તૈયાર કરી પૂરા કદનું ઘીનું કમળ પાંચ થી સાડા પાંચ ફૂટ ઉંચાઈનું કયાંય ભાગ્યે જ જોવા મળે તેમ છે. ઘીના કમળના દર્શન હજારો = ભાવિક ભકતો કરે છે અને પ્રસાદીનો શ્રદ્ધાળુઓ: ઉમંગભેર લાભ લે છે. ભારતમાં ત્રણ રૂદ્ર મંદિર આવેલા છે. જેમાં (૧) = બનારસ (કાશી) ઉત્તરપ્રદેશ. (૨) ઉજજૈન (મધ્યપ્રદેશ) - અને (૩) માડોધર . (ગુજરાત)નો સમાવેશ થાય છે. આ પવિત્ર મહારૂક. મહાદેવ માડોધરમાં મહાશિવરાત્રિનો મેળો ભરાઈ જેમાં હજારોની સંખ્યામાં ભકતો લાભ લે છે. આ મેળાના આયોજનમાં માડોધર ગામના યુવાનો દ્વારા- ગ્રામ પંચાયત, પોલીસ સ્ટેશન” વાઘોડિયા તરફથી ખાસ આયોજન તથા બંદોબસ્ત કરવામાં આવે છે.

પૌરાણિક મંદિર, શ્રી મહારુદ્ર મહાદે મંદિર, માડોધર ગામ,
તાલુકો વાઘોડિયા,
જિલ્લો વડોદરા

2 years ago | [YT] | 2