Gujarat Samachar

Welcome to Gujarat Samachar, your trust worthy source for the latest news, updates, and happenings in Gujarati. We are dedicated to keeping you well-informed about all the important events, developments, and current news updates.

Here's what you can expect from our channel: Breaking News, In-Depth Analysis, Regional and National News, Cultural Showcase and beyond that too.

So, don't forget to subscribe and hit the notification bell to never miss out on the latest updates. Join our community of informed viewers as we navigate through the news landscape together. Thank you for choosing Gujarat Samachar as your trusted source for news.

Visit us at www.Gujaratsamachar.com/ for more updates in Gujarati.

Gujarat Samachar is also available on other social media platforms.

Follow us on Instagram
www.instagram.com/gujaratsamacharofficial/

Follow us on Twitter!
twitter.com/gujratsamachar

Connect with us at Facebook!
www.facebook.com/Gujarat.Samachar.News/


Gujarat Samachar

ગુજરાતનાં પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. રાજીનામાંના કારણ અંગે તેમણે કહ્યું છે, કે 'ભાજપ બંધારણનું પાલન નથી કરતી. મેં ભાજપને અનેક પત્રો લખ્યા છે પણ કોઈને ફરક નથી પડતો. આદિવાસી વિસ્તારોમાં હજુ વિકાસ નથી થતો, વિચારધારાના કારણે ભાજપ છોડું છું.'

#Gujarat #MaheshVasava #Politics #BJP #Gscard #Gujaratsamachar

1 week ago | [YT] | 11

Gujarat Samachar

રવિવારે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ ઘણા લોકો રોહિત શર્માને શ્રેય આપી રહ્યા છે. મેચમાં 13મી ઓવરના અંતમાં રોહિત શર્મા હેડ કોચ જયવર્ધને અને બોલિંગ કોચ પારસ સાથે ચર્ચા કરતાં જોવા મળ્યો હતો. જે બાદ તેણે હાર્દિક પંડ્યાને કોઈ ઈશારો કર્યો અને કરણ શર્માને બોલિંગ આપવામાં આવી. કરણ શર્માએ ઓવરના ત્રીજા જ બોલમાં વિકેટ લીધી હતી. સોશિયલ મીડિયામાં લોકો ચર્ચા કરી રહ્યા છે કે રોહિત શર્માના માસ્ટરસ્ટ્રોકના કારણે મુંબઈ મેચ જીત્યું. સંજય બાંગરે પણ રોહિત શર્માને જ શાબાશી આપવા કહ્યું, એવામાં સંજય માંજરેકરે કહ્યું હતું, કે 'અંતિમ નિર્ણય તો હાર્દિક પંડ્યાએ જ લીધો, જે મોટી વાત છે. જો તમે હાર્દિકની જગ્યાએ રોહિત શર્માને શ્રેય આપશો તો એ ખોટું કહેવાય, સલાહ તો કોઈ પણ આપી શકે. જો કશું ખોટું થયું હોત તો તમે હાર્દિક પંડ્યાનો વાંક કાઢ્યો હોત. બહાર બેસીને સલાહો આપવી સરળ છે, તમામ શ્રેય હાર્દિક પંડ્યાને જ મળવો જોઈએ.'

#MIvsDC #RohitSharma #HardikPandya #Cricket #Sports #GScard #GujaratSamachar

1 week ago | [YT] | 12

Gujarat Samachar

ગરબા કે ક્રિકેટ રમ્યા પછી હાર્ટ અટેકના કેસ કેમ વધ્યા?

જવાબ માટે જુઓ ગુજરાત સમાચારનો વિશેષ પોડકાસ્ટ 'Chat તબીબી'

Video Link: https://youtu.be/YPIlBVwFfUs

#chattabibi #gujaratsamachar #health #heart #heartdisease

2 weeks ago | [YT] | 5

Gujarat Samachar

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)નો ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર કોમેન્ટેટર્સ પર જોરદાર રીતે ભડક્યો હતો. તેણે કહ્યું કે સ્ટુડિયોમાં બેસીને કોઈની બોલિંગ પર ટિપ્પણી કરવી સરળ છે, પરંતુ તેમને મેદાન પરનું વાસ્તવિક ચિત્ર દેખાતું નથી. હું માનું છું કે કોઈની ટીકા કરતા પહેલા તેમણે પોતાના આંકડાઓ પર નજર કરવી જોઈએ. ગત વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025ની મેગા હરાજીમાં શાર્દુલ ઠાકુરને કોઈ ટીમે ખરીદયો નહોતો. પરંતુ મોહસીન ખાન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જતા તેના રિપ્લેસમેન્ટ તરીકે શાર્દુલને એલએસજી દ્વારા ટીમમાં સામેલ કરી લેવાયો હતો. જોકે એલએસજીને આ નિર્ણય ફળી રહ્યો છે. શાર્દુલ વર્તમાન IPL 2025 ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરની યાદીમાં હાલ બીજા ક્રમે છે.

#ShardulThakur #IPL2025 #LSG #Cricket #CricketControversy #GScard #GujaratSamachar

2 weeks ago | [YT] | 4

Gujarat Samachar

Viramgam Bees Attack: ગુજરાતના વિરમગામમાં શહેરના ભોજવા વિસ્તારમાં શનિવારે (12 એપ્રિલ) એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં હનુમાન જન્મોત્સવ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં મધમાખીનું ઝૂંડ શ્રદ્ધાળુઓ પર ત્રાટક્યું હતું અને તેમને દંશ માર્યા હતા. આ કાર્યક્રમમાં એક હજારથી વધુ લોકો હાજર હતા. જેમાંથી 100થી વધુ લોકો મધમાખીના હુમલાનું ભોગ બન્યા હતા અને 20 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

#Viramgam #BeesAttack #Gujarat #GScard #GujaratSamachar

2 weeks ago | [YT] | 7

Gujarat Samachar

દિલ્હી સરકાર જૂની થઈ ગયેલી ગાડીઓને લઈને નવા આદેશ આપ્યા છે. પરિવહન વિભાગે વર્ષ 2024માં જ 10 વર્ષ જૂની ડીઝલ તથા 15 વર્ષ જૂની પેટ્રોલ/CNG ગાડીઓનું રજિસ્ટ્રેશન રદ કર્યું હતું. હવે આ 55 લાખ ગાડીઓને પેટ્રોલ પંપ પર ઈંધણ આપવામાં આવશે નહીં. આટલું જ નહીં જો જૂની થઈ ગયેલી ગાડી સાર્વજનિક સ્થાન પર પાર્ક કરેલી હશે તો પણ માલિકને દંડ ફટકારવામાં આવશે. દિલ્હી સરકારે તમામ 55 લાખ ગાડીઓની માહિતી વેબસાઇટ પર અપલોડ પણ કરી છે. જાણકારી અનુસાર સરકાર પેટ્રોલ પંપ પર ખાસ કેમેરા લગાવીને ગાડીઓનું સ્કેનિંગ કરશે.

#Delhi #DelhiGovernment #Vehiclepolicy #GScard #GujaratSamachar

2 weeks ago | [YT] | 6

Gujarat Samachar

કોંગ્રેસ નેતા જયરામ રમેશે પેટ્રોલ અને ડીઝલના ભાવ મુદ્દે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, 'કેન્દ્ર સરકાર ટેક્સ વધારીને પ્રજાના ખિસ્સાં કાપી રહી છે, બીજી તરફ પ્રાઇવેટ અને સરકારી કંપનીઓ મબલખ નફો કરી રહી છે. મેં 2014માં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 9.20 રૂપિયા અને ડીઝલ પર 3.46 રૂપિયા હતી. જ્યારે અત્યારે પેટ્રોલ પર 19.90 રૂપિયા જ્યારે ડીઝલ ઓર 15.80 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી છે. સરકારે 11 વર્ષમાં પેટ્રોલિયમ સેક્ટરથી 39.54 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી પરંતુ જનતાને કોઈ રાહત નથી આપી. મેં 2014માં ક્રૂડ ઓઇલ 108 ડોલર પ્રતિ બેરલમાં મળતું હતું, આજે ક્રૂડ ઓઇલનો ભાવ માત્ર 65.31 ડોલર પ્રતિ બેરલ છે.'

#JairamRamesh #Congress #Petrolium #IndianGovernment #GScard #GujaratSamachar

2 weeks ago | [YT] | 12

Gujarat Samachar

ગઇકાલે IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માએ ધુંઆધાર બેટિંગ કરીને 40 બોલમાં સેન્ચુરી ફટકારી હતી. સદી ફટકાર્યા બાદ અભિષેકે ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી બતાવી જેમાં લખ્યું હતું, 'આ ઓરેન્જ આર્મી માટે (This one is for orange army)'. જે બાદ ટીમના અન્ય ખેલાડી ટ્રેવિસ હેડે જણાવ્યું હતું કે અભિષેક શર્મા છેલ્લી છ મેચોથી આ ચિઠ્ઠી ખિસ્સામાં લઈને ફરી રહ્યો હતો, ખુશીની વાત છે કે હવે બતાવી શક્યો'

#TravisHead #IPL #SRHvsPBKS #AbhishekSharma #Cricket #Sports

2 weeks ago | [YT] | 3

Gujarat Samachar

હૃદય રોગની દવા શરૂ થયા બાદ ક્યારેય બંધ ન થાય?

જવાબ માટે જુઓ ગુજરાત સમાચારનો વિશેષ પોડકાસ્ટ 'Chat તબીબી'

Watch Full Video - https://youtu.be/tdLVcSR_Fdg

#chattabibi #gujaratsamachar #health #heart #heartdisease

2 weeks ago | [YT] | 6

Gujarat Samachar

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની વસ્તુઓની આયાત પર ભારે ટેરિફ મૂકીને ટ્રેડવૉરની શરૂઆત કરી છે. ટ્રમ્પે દુનિયાના અનેક દેશો પર ટેરિફની જાહેરાત કરી હતી, જોકે બાદમાં નિર્ણય પાછો ખેંચીને 90 દિવસનો સમય આપ્યો હતો. હવે બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર ટ્રમ્પે અમુક વસ્તુઓને ટેરિફમાં છૂટ આપવાનો નિર્ણય લીધો છે. અહેવાલ અનુસાર સ્માર્ટફોન, લેપટોપ અને સેમીકંડક્ટર ચિપ્સ પર રેસિપ્રોકલ ટેરિફ નહીં લાગે. ટ્રમ્પના આ નિર્ણયના કારણે apple અને Nvidia જેવી ટેક કંપનીઓને મોટી રાહત મળી છે.

#DonaldTrump #USA #America #ReciprocalTariff #TariffWar #GScard #GujaratSamachar

2 weeks ago | [YT] | 6