JANWANI DEEGITAL

“માહિતી વગરની રીતે બનેલી માન્યતા, ઘણીવાર ખોટી સાબિત થાય છે.”

જનવાણી જ્યાં તમને મળશે તમારા વિસ્તારની સાચી અને નિષ્ઠાવાન કવરેજ

અમારું મિશન છે ગામડાનું સાચું મૂલ્ય દુનિયા સુધી પહોંચાડવું અને સત્તાધારી કે સંસ્થા વચ્ચે નગરજનોની "જનવાણી" બની ઊભા રહેવું.

આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે વિશ્લેષણાત્મક સમજ. “જનવાણી” એ માત્ર સમાચાર નહીં, પણ એની પાછળ છુપાયેલી હકીકતને બહાર લાવતું એક સ્થાનિક-સ્તરે કાર્યરત અને લોકલ વોઇસ તરીકે ઊભરતું પ્લેટફોર્મ છે. અહીં મળશે તમને વિશ્લેષણ સહિતના સમાચાર, જે કડી અને આસપાસની ઘટનાઓનું તટસ્થ મૂલ્યાંકન કરે છે.

“જનવાણી” શું લાવે છે તમારા માટે?

✔ સ્થાનિક સમાચારનું તથ્ય આધારિત વિશ્લેષણ
✔ આવતી ઘટનાઓ પાછળની સામાજિક અને આર્થિક અસરનો ખુલાસો
✔ અફવાઓ સામે તટસ્થ અને પ્રમાણભૂત માહિતી
✔ તમારો અવાજ બને એવી એક લોકલ મીડિયાની શરુઆત

શા માટે જોડાવું “જનવાણી” સાથે?

👉 કારણ કે, વિશ્લેષણ વગરના સમાચાર માત્ર અર્ધસત્ય છે !
👉 કારણ કે, તમારા વિસ્તારની વાસ્તવિકતાઓને ઓળખવી તમારી જવાબદારી છે
👉 કારણ કે, અસલી લોકશાહી માહિતીથી જ બાંધાય છે

જનવાણી — તમારી નજર, તમારું મંચ, તમારું સત્ય.


JANWANI DEEGITAL

વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભયાનક ભૂસ્ખલન, 5ના મોત |

#VaishnoDevi #LandslideT #NaturalDisaster #VaishnoDeviYatra

4 months ago | [YT] | 0

JANWANI DEEGITAL

આવતીકાલ એટલે તારીખ 27 ઓગસ્ટથી ભારત પર 50 ટકા US ટેરિફ લાગુ, સત્તાવાર સૂચના જારી...

#US #AdditionalTariffs #Tariff #India #News

4 months ago | [YT] | 1

JANWANI DEEGITAL

પુરુષોત્તમ રૂપાલા બાદ હવે ભાજપના રાજપૂત નેતા જયરાજસિંહ પરમારના નિવેદનને લઈને ચર્ચા ગરમાઈ છે. ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે યોજાયેલા કોલેજ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના ઇતિહાસ અંગે બોલતાં તેમણે ગુલામી માટે ક્ષત્રિયો જવાબદાર હોવાનું કહ્યું. પ્રવચન દરમ્યાન જ ભૂતપૂર્વ રાજવી યોગરાજસિંહે તેમની વાત વચ્ચે ટોકી અટકાવ્યા. આ આખી ઘટના અને વિગતવાર અહેવાલ દિવ્ય ભાસ્કર એપ અને ઈન્સ્ટા સ્ટોરી હાઈલાઈટ્સમાં વાંચી શકો છો.


#Gujarat #Gandhinagar #BJP #JairajSingh #Kshatriya

4 months ago | [YT] | 1

JANWANI DEEGITAL

વોટચોરી મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ : રાહુલ-પ્રિયંકા સહિત અનેક નેતાઓની અટકાયત, અખિલેશ બેરિકેડ કૂદીને આગળ વધ્યા; પ્રદર્શનમાં મહિલા સાંસદ બેભાન થયાં

સોમવારે 300 વિપક્ષી સાંસદોએ મતદાર ચકાસણી અને ચૂંટણીમાં મત ચોરીના આરોપોના મુદ્દા પર સંસદથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી કૂચ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિત ઘણા વિપક્ષી સાંસદોની અટકાયત કરવામાં આવી હતી; આ અહેવાલ અત્યારે દિવ્ય ભાસ્કર એપ પર વાંચો વિગતવાર. ઈન્સ્ટા સ્ટોરી-હાઈલાઈટ્સમાં પણ આ સમાચાર વાંચી શકો છો.

#Vote #RahulGandhi #PriyankaGandhi #Akhilesh #Congress #janvaninews #janvani

4 months ago | [YT] | 1

JANWANI DEEGITAL

યુક્રેન યુદ્ધ અંગે આગામી 15 ઓગસ્ટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત થવા જઈ રહી છે. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિએ વિશ્વ નેતાઓનો સંપર્ક વધારવાનું શરૂ કરી દીધું છે. સોમવારે ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી કે તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર લાંબી વાતચીત કરી છે. ઝેલેન્સકીએ સોશિયલ મીડિાય પર પોસ્ટ કરતા લખ્યું, "ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મારી લાંબી વાતચીત થઈ. અમે અમારા દ્વિપક્ષીય સહયોગ અને એકંદર રાજદ્વારી પરિસ્થિતિ સહિત તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી. હું અમારા લોકોને ઉષ્માભર્યા સમર્થન માટે વડાપ્રધાનનો આભારી છું."

#PMModi #Zelensky #IndiaUkraine #UkraineWar #ModiZelenskyTalks #UNGA2025 #janvani #janvaninews

4 months ago | [YT] | 2

JANWANI DEEGITAL

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે જાહેરાત કરી છે કે તેમની સરકાર ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ સામે કડક વલણ અપનાવશે. તેમને ચેતવણી આપી હતી કે જો કોઈ ગેરકાયદેસર રીતે બ્રિટન આવશે, તો તેને અટકાયતમાં લેવામાં આવશે અને તેના વતન દેશનિકાલ કરવામાં આવશે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે 'જો તમે આ દેશમાં ગેરકાયદેસર રીતે આવો છો, તો તમને અટકાયતમાં લેવામાં આવશે અને પાછા મોકલવામાં આવશે. જો તમે આ દેશમાં આવીને ગુનો કરો છો, તો અમે તમને વિલંબ કર્યા વિના દેશનિકાલ કરીશું.' બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું કે વિદેશી ગુનેગારો ઘણા લાંબા સમયથી બ્રિટનની ઈમિગ્રેશન સિસ્ટમનો લાભ લઈ રહ્યા છે. તેમને કહ્યું કે તેઓ મહિનાઓ કે વર્ષો સુધી બ્રિટનમાં રહે છે જ્યારે તેમની અપીલ કોર્ટમાં પ્રક્રિયા કરવામાં આવે છે. તેમને બીજી પોસ્ટમાં કહ્યું કે 'આ હવે સમાપ્ત થઈ રહ્યું છે. જો વિદેશી નાગરિકો બ્રિટનમાં કાયદાનો ભંગ કરે છે, તો તેમને શક્ય તેટલી વહેલી તકે દેશનિકાલ કરવામાં આવશે.

#UKImmigration #KeirStarmer #IllegalImmigrants #UKNews #BritishPM #DeportationPolicy #janvaninews

4 months ago | [YT] | 2

JANWANI DEEGITAL

9 ઓગસ્ટ રક્ષાબંધનના શુભ મુહૂર્ત

#rakshabandhan #rakshabandhanspecial #RakshaBandhan2025 #rakshabandhanmuhurat

4 months ago | [YT] | 1

JANWANI DEEGITAL

લોકરક્ષક કેડરની તા.15/06/2025ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર

#lokrakshakexam #governmentjob #BreakingNews #gandhinagar

5 months ago | [YT] | 0

JANWANI DEEGITAL

ડોનાલ્ડ ટ્ર્મ્પે ભારત પર ફોડ્યો ટેરિફ બોમ્બ

અમેરિકા ભારત પાસે 50% ટેરિફ વસૂલશે, ડોનાલ્ડ ટ્ર્મ્પે ઠોક્યો વધુ 25% ટકા ટેક્સ

#america #india #NarendraModi #DonaldTrump #TrumpTariffs #TariffsOnIndia #tariffswar

5 months ago | [YT] | 1

JANWANI DEEGITAL

7 વર્ષ બાદ ચીન જશે PM મોદી, SCO સમિટમાં લેશે ભાગ, ગલવાન ઘાટી હિંસા બાદ પ્રથમ વખત ચીનનો પ્રવાસ

#pmmodi #modi #NarendraModi #pmmodiinchina #XiJinping #SCOSummit #SCOSummit2025 #galwanvalleyconflict

5 months ago | [YT] | 1