SHREENATHJI YAMUNAJI

इस चैनल पर यमुनाष्टक, भगवद गीता, अर्जुन गीता, हिंदू पौराणिक कथाओं से संबंधित वीडियो प्रकाशित होते रहते हैं।

#yamunaji #shrinathji #girirajji #jatipura #yamunashtak #krishna

राधे-राधे

Facebook:- www.facebook.com/ashish.tanna.52643/

Twitter:- twitter.com/AshishTanna9

Instagram:- www.instagram.com/ashuassociates/

Disclaimer:-
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
If any content owner has some issues with our videos, please direct mail us on our email with your proper details. So that we can further discuss it. But I request you not to give a claim or strike directly on our videos.

My Email id:- ashish.tanna99@gmail.com


SHREENATHJI YAMUNAJI

*🌞 આજની શુભ સવારનો શુભ વિચાર 🌞* ‪@श्रीनाथजीयमुनाजी‬

*ભગવદ્દ સેવા ભક્તિ કરવાં માટે કોઇ.દેશ કાલનું બંધન નથી, કોઈપણ સમય,સ્થળે સેવા, ભક્તિ કરી શકાય છે, કોઈ વિધિ કે નિષેધ નથી.*

🙏 આજનો સત્સંગ🙏

*વૈષ્ણવ- સેવા*

વૈષ્ણવોની ભાવપૂર્વક સેવા કરવાથી તે પ્રસન્ન થાય છે.
વૈષ્ણવો પ્રસન્ન થઈને કૃપા કરે ત્યારે શ્રીમહાપ્રભુજી પણ પ્રસન્ન થઈને કૃપા કરે છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ઠાકોરજી પણ પ્રસન્ન થઈને કૃપા કરે છે.
આથી, પહેલાં વૈષ્ણવની કૃપા મેળવવા વૈષ્ણવોની દીનતા અને પ્રેમથી સેવા કરવી જરૂરી છે.
વૈષ્ણવ-સેવાની શરૂઆત ઘરમાંથી કરવી, કારણકે ઘરના સૌ વૈષ્ણવો જ છે.
વૈષ્ણવોના દોષ જોવા નહી.
વૈષ્ણવોની નિંદા ના કરવી.
વૈષ્ણવોનું ક્યારેય અપમાન ના કરવું.
ઘરે આવેલા વૈષ્ણવોને પ્રેમપૂર્વક મહાપ્રસાદ લેવડાવ્યા પછી જ આપણે મહાપ્રસાદ લેવો.
"વૈષ્ણવે સદા દીનતા રાખવી." શ્રીવલ્લભાધીશકી જય શ્રી ગુસાઈજી પરમદયાલકી જય.

11 hours ago | [YT] | 28

SHREENATHJI YAMUNAJI

*🌞 આજની શુભ સવારનો શુભ વિચાર 🌞*

*સર્વ લૌકિક કાર્ય પ્રભુસેવામાં ઉપયોગી થાય તે પ્રમાણે કરવાં. એટલે કે આપણા દરેક કાર્યને પ્રભુની સેવામાં ઉપયોગી બનાવવું જોઈએ.અર્થાત સર્વ કાર્યમાં પ્રભુસુખનો વિચાર કરવો. એટલે કે આપણા દરેક કાર્યમાં પ્રભુના સુખનો વિચાર કરવો જોઈએ.*

🙏 આજનો સત્સંગ 🙏

(૧)

હે શ્રીનાથજીબાવા આપનાં નામ માત્રથી આત્મા પવિત્રને મન સંતોષ પામે છે, દર્શનની અભિલાષા કરતો વૈષ્ણવ, અશ્રુઓમાં આપને સમાવવા માંગે છે, માંગવું હોઈ છે પ્રત્યેકને પણ એક દર્શન આપના કરતાં જ બધું જ ભૂલી જાય છે, આપ બોલતા નથી પણ બોલાવતા હોય છે, આપનાં પ્રત્યે પ્રેમ હંમેશા વધતો જાય છે, દર્શન કરવા આવતા આપનાં વૈષ્ણવ ભક્તમાં કળિયુગમાં પણ આપ દેખાઈ જાવ છો, નાથદ્વારામાં આપ ગોતતા, શ્રીજીબાવાનાં દર્શનમાં જ ખોવાઈ જાય છે, શબ્દો નાં સંસારમાં સુદર્શન ચક્ર આપ નું આપની આંખો માં વિશ્વ સમાઈ જાય છે, ફરી બોલાવજો કહેતો વૈષ્ણવ આપ ને છોડી નથી શકતો, આથી જ બધાં જ જીવ જયશ્રી કૃષ્ણ કહ્યાં વગર રહી નથી શકતા ...

(૨)

શ્રી ઠાકોરજીનાં મનોરથ એટલે, વૈષ્ણવ અનેક પ્રકાર ની વસ્તુ થી શ્રીજીબાવાની સેવા કરી લાડ લડાવે છે, તેને મનોરથ કહેવામાં આવે છે, મન માંથી ઉદભવે તે મનોરથ,
આમ ઉત્પત્તિ અને ફળશ્રુતિ બંને નો સમન્વય એક જ ક્ષેત્રમાં થાય છે, તેનું નામ મન, મનનો અથૅ જેમાં થી સિદ્ધ થાય તેનું નામ મનોરથ.
એક વાત સમજવા જેવી છે, ભગવાનના દરેક નામ પાછળ તે નામને અનુરૂપ દિવ્ય શક્તિ રહેલી છે, જે નામમંત્ર જપવાથી, તેવું ફળ મળે, જેમ કે હરિ એટલે દુઃખ હરતા, હરિ નું રટણ કરવાથી દુઃખ દૂર થાય, સદાનંદ એટલે આનંદદાતા, એ નામ જપવાથી આનંદ – સુખ પ્રાપ્ત થાય.

1 day ago | [YT] | 49

SHREENATHJI YAMUNAJI

*🌞 આજની શુભ સવારનો શુભ વિચાર 🌞*

*સત્સંગ, શ્રવણ, કીર્તન અને જપ આ ચારેય ભક્તિમાર્ગના મહત્વના અંગ છે. આ ચારેય પોતાનામાં એટલી બધી બાબતો સમાવી લે છે કે જો વિસ્તારથી કહેવા જઈએ તો ચાર ગ્રંથો જ બની જાય.*તેમાં ભક્તિમાર્ગમાં પ્રથમ સોપાન* રૂપે *સત્સંગનો કે બીજા શબ્દોમાં કહીએ તો, ભગવદીય જનના સંગ ની સ્થિતિ છે.*







. 🙏*આજનો સત્સંગ* 🙏

*શ્રીકૃષ્ણ એ આપણું લક્ષ્ય છે, આપણો ઉદ્દેશ્ય છે. આપણે ગમે તેટલી સેવા કરીએ, ગમે તેટલી ભક્તિ કરીએ, પરંતુ જો આપણું લક્ષ્ય કૃષ્ણ ન હોય તો આપણી સેવા અને ભક્તિ વ્યર્થ છે.*
*सत्संगेन सदा कृष्णकथाश्रवणकीर्तनै:*
*સત્સંગ એ ભગવદીયોનો શ્વાસ છે. સત્સંગમાં જઈને આપણે કૃષ્ણની કથા સાંભળીએ, કૃષ્ણનું કીર્તન કરીએ, અને કૃષ્ણની સેવા કરીએ.*
*સેવાના અનવસરમાં આપણા ભાવની દૃઢતા માટે પુષ્ટિજીવને સત્સંગ કરવો અનિવાર્ય છે. સત્સંગ એટલે શ્રી મહાપ્રભુજીમાં દૃઢ આસક્તિ ધરાવતા, સેવા પરાયણ, નિરપેક્ષ, કામક્રોધરહિત સાત્વિક ભગવદીયોનો સંગ.*

*(૨)*

*વૈષ્ણવના કપાળ પર તિલક અથવા કુમકુમ પ્રતિક કે સંકેત છે. તેને ધારણ કરનાર જીવે પોતાની જાતને શ્રીજીના ચરણકમલમાં સમર્પિત કરી દીધી છે,"તિલક" નું "U નિશાન" ખરેખર "શ્રીકૃષ્ણ" ના "ચરણકમળ" ની "રુપરેખા" સમાન છે, "મસ્તક"એ "શરીર" નો સૌથી "વધુ ઉંચ્ચો ભાગ" છે,તેથી "શ્રીકૃષ્ણ વૈષ્ણવ" ના "જીવન" માં "સર્વોચ્ચ સ્થાન" ધરાવે છે. "તિલક ધારણ" કરવાનો "ભાવ":*
*(૧) શ્રીજી પ્રભુના ચરણકમલમાં જયારે વૈષ્ણવને રતિ અને વ્યસન થાય ત્યારે તે જીવને તિલક કરવાની ઇચ્છા જાગૃત થાય છે.*
*(૨) તિલક કરવાથી આપણું અલૌકિક વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે, આ ઉપરાંત તિલક કરવાથી મનોવૈજ્ઞાનિક અસર થાય છે.*
*(૩) કપાળ પર નિયમિતરુપે તિલક. કરવાથી મગજમાં શાંતિનો અહેસાસ થાય છે..*

3 days ago | [YT] | 58

SHREENATHJI YAMUNAJI

🌞આજની શુભ સવારનો શુભ વિચાર 🌞 ‪@श्रीनाथजीयमुनाजी‬

સવારે જાગે ત્યારથી માંડીને રાત્રે સુએ ત્યાં સુધીમાં પોતાના શરીર મન વાણી બુદ્ધિ જ્ઞાનેન્દ્રિય તથા સ્વભાવગત જે કાંઈ ક્રિયાઓ સંકલ્પો આદિ બને યા થાય તે તમામ તે જ ક્ષણે પુષ્ટિપ્રભુ ના ચરણારવિંદમાં સમર્પિત કરી દેવાની જેણે ટેવ પાડી હોય તે જ ઉત્ત્મ વૈષ્ણવ છે.

🙏 આજનો સત્સંગ🙏

શ્રીજીએ સઘળું સર્વ ને માટે સર્જ્યું" છે, તેથી પોતે પણ પોતાનું સર્વ, સર્વને માટે ઉપયોગમાં લે તો તે ભગવાન જેવો થાય,.ભગવાન નો અવતાર પરોપકાર માટે થાય છે તેને તુલ્ય થ‌ઈ તેનો જન્મ પણ સફળ થાય છે, નહિ તો તે પણ પ્રવાહના જેવો થાય છે. પ્રભુ કૃપા થાય અને ગુરુજનો ના આશીર્વાદ મળેને તો જ માણસનો સ્વભાવ બદલાય અને કા આપણી માં શ્રીયમુને મહારાણી કૃપા કરે તો સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રીહરિ બાકી આપણે આપણી જાતને સુધારવી બહુ કઠીન છે
આપણ ને મળેલું શરીર નાશવંત છે, શરીર મુખ્ય નથી, આત્મા મુખ્ય છે, આત્મા પરમાત્માની પ્રાપ્તી કરી શકે તે માટે પ્રભુ એ આપણ ને મનુષ્ય -શરીર આપ્યું" છે, પરંતુ આપણે આત્મા નો ધર્મ ભૂલી શરીર ને મુખ્ય માન્યું છે, આથી દુનિયા માં આપણે ઘણાં દુઃખ ભોગવીએ છીએ.

6 days ago | [YT] | 47

SHREENATHJI YAMUNAJI

🌞 આજની શુભ સવારનો શુભ વિચાર 🌞

પુષ્ટિમાર્ગના દરેક પાઠ માત્ર વાંચવાથી કે શુષ્ક પાઠ કરવાથી કોઈ ફાયદો નથી. તેને સમજીને આત્મસાત કરવું જોઈએ, જેથી આપણી શ્રદ્ધા દૃઢ બને અને આપણે શરણ માર્ગે પ્રગતિ કરી શકીએ. ‪@श्रीनाथजीयमुनाजी‬

🙏આજનો સત્સંગ 🙏

*પોતાના શ્રીઠોકોરજીમાં ચિત્ત રાખીને...*
આમ આવી રીતે જ્યારે ખરા અંતઃકરણથી તાપ કલેશ રહે ત્યારે તે જાણ્યા પછી પોતાનામાં ભગવદભાવ પ્રગટ થતાં ભગવદ ભક્તના સ્વરૂપને જાણે એ પછી તે ભગવદ્ ભક્તની કૃપા દ્વારા અનન્યતા રૂપેની સેવાનો પ્રકાર જાણીને પોતાના શ્રીઠોકોરજીમાં ચિત્ત રાખીને જ્યારે અનન્યતા ભાવે સેવા કરે ત્યારે શ્રીઠાકોરજીના સ્વરૂપને જાણે અને ત્યારે જ લીલાનો ભેદ પણ જાણે !સેવા કરનારાઓને પોતાની દૈવી જીવનને સફળ બનાવવામાં શું શું ખામીઓ રહેલી છે તેનો પ્રકાશ કરતો આ લેખ અવશ્ય મનનીય છે.
“વિધિપૂર્વક” એટલે પોતે કાંઇક વાચિક માનસીક જે-જે કરે તે પ્રભુને અર્પણ કરે અને પ્રસાદી રૂપે તે સર્વ ગ્રહણ કરે, પ્રભુના અધરામૃતથી જ નિર્વાહ કરવો આ સેવા માર્ગનું પ્રથમ સોપાન છે, અને તે જ વિધિથી આગળ ચઢી શકાય છે.👏

1 week ago | [YT] | 51

SHREENATHJI YAMUNAJI

*🌞 આજની શુભ સવારનો શુભ વિચાર 🌞*

*પ્રભુની લીલામાં શંકા ન કરવી જોઈએ, કારણ કે તેમના કાર્યો અલૌકિક હોય છે. આપણે માત્ર તેમની ઇચ્છાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.*

. 🙏 આજનો સત્સંગ 🙏

અભિમાન જીવમાં મદ ઉત્પન્ન કરે છે...
અહંકારની જડતાને કારણે સંસાર રૂપી વૃક્ષ અનેક શાખા રૂપે (સગા સંબંધી પરિવાર રૂપે) ફેલાયેલ છે. આ વૃક્ષ ઉપર માયાએ મમતાની અમરવેલ બીછાવી દીધી હોવાથી તેમાં ઉરઝાય ગયેલો જીવ મરણપર્યંત બહાર નીકળી તેના નિત્ય સખા પ્રભુ પાસે જઇ શકતો નથી. સત્કર્મોનું અભિમાન જીવમાં મદ ઉત્પન્ન કરે છે. ‘મદ’ જીવને બેહોશ બનાવે છે. જેમ મદિરા પીધેલો બેહોશ બને છે ત્યારે શું કરૂં છું. ક્યાં જાઉં છું તેનું પણ ભાન ભૂલે છે. દૈવી જીવ આવા મદથી જ્યારે ભાન ભૂલે ત્યારે પ્રભુ પ્રાપ્તિનો માર્ગ ચઢી જાય છે. આ પતનનો માર્ગ છે. અનેક જન્મોથી પાછળ પડેલો અહંકારની જડ કાઢી નાખવા માટે મહા કારૂણિક શ્રીમહાપ્રભુજીએ દૈવી જીવ ઉપર પરમ કરૂણા કરી અષ્ટાક્ષર મહામંત્રનું દાન કર્યું છે. આ મંત્રનું સતત સ્મરણ કરતા રહેવાથી અહંકાર નિવૃત્ત થતાં પુષ્ટિ પ્રભુ સાથે દૈવી જીવનો ફરીને નિત્ય સંબંધ જોડાય છે અને દૈવીજીવ અલૌકિક સુખનો અનુભવ કરે છે. અને પ્રભુ સાથે નિત્ય સંબંધ જોડી દૈવી જીવ ભગવદ્ ધામમાં પહોંચી જવાનો અધિકારી બને છે.

1 week ago | [YT] | 51

SHREENATHJI YAMUNAJI

*🌞 આજની શુભ સવારનો શુભ વિચાર 🌞*

*ભગવત્કથા, સત્સંગ સાંભળવાથી શ્રેષ્ઠ ભાવોની સ્થાપના થાય છે અને તે ભક્તિને ઉત્પન્ન કરનારી હોય છે, તેથી તેને અવશ્ય સાંભળવી જોઈએ અને કથાના સાર તત્વને ગ્રહણ કરવું જોઈએ.*

*🙏 આજનો સત્સંગ 🙏*


*સદા - સર્વદા નું તાત્પર્ય છે કે આપણા મન-વાણી-કર્મ માં કૃષ્ણને વસાવી લેવા જોઈએ. વ્રજભક્તો ની માફક ઉઠતા - બેસતા - જાગતાં અહર્નિશ કૃષ્ણનું ચિંતન થવું જોઈએ. જીવનની સર્વ પ્રવૃત્તિઓનો હેતુ 'કૃષ્ણ' હોવો જોઈએ. ભણવું, કમાવું, ગૃહસ્થ જીવન, પરિવાર, શોખ ઈત્યાદિ નું પ્રયોજન કેવલ 'કૃષ્ણ' હોવું જોઈએ. તદર્થ ભાગવતકાર જીવનના કર્તવ્યનું નિરુપણ કરતાં કહે છે - " શ્રોતવ્ય, કીર્તિતવ્ય સ્મર્તવ્યશ્ચ". (ભા.૨-૧-૧). શ્રીમહાપ્રભુજી પણ "સેવાયામ્ વા કથાયામ્ ના" નો નિર્દેશ કરે છે, એટલું જ નહીં "સ્મરણં ભજનં ચાપિ ન ત્યાજ્યં" (ચતુ: શ્લોકી') નો ઉપદેશ કરે છે.પુષ્ટિમાર્ગ ની એ જ વિશેષતા છે, વિલક્ષણતા છે. પ્રત્યેક આધ્યાત્મિક ઉત્કર્ષના માર્ગમાં કેટલીક પૂર્વાશ્યક્તાઓના વિધાન કરવામાં આવ્યા હોય છે જેની પરિપૂર્તિ કરવી જરૂરી હોય છે. તેના વિના તે માર્ગે સફલતા પ્રાપ્ત કરવી સંભવ ન બને.*

1 week ago | [YT] | 56

SHREENATHJI YAMUNAJI

Shri Giriraj Ji mukharvind jatipura aaj ke Sayan Darshan Jay Giriraj dharan ki Jay Shri Krishna Radhe Radhe Swasth Raho Mast Raho Prabhu Ki Seva Mein vyast Raho

1 week ago | [YT] | 501