Devlok Jinalaya Palitana -Shatrunjay Tirth

108 Parshwanath Bhavyatra , Vivechan, Stavan , Stuti, Jainism Story


Devlok Jinalaya Palitana -Shatrunjay Tirth

आज जेठ सुद 10 के दिन , कौशांबी नगरी में चंदनबाला ने महावीर स्वामी भगवान को अडद का बाकुला वोहरा के भगवान को 175 दिन ( 5 माह 25 दिन ) का उपवास का पारणा कराया था। भगवाने जो अभिग्रह लीया था , वो पुर्ण हुआ था। ने पांच दिव्य प्रगट प्रगट हुए थे।

💐 सोनामहोर की वर्षा
💐 वस्त्रो की वर्षा
💐 पंचरंगी पुष्पवृष्टि
💐 गगन में दुंदुभि की घोषणा
💐 आकाश में अहोदानं ! अहोदानं ! का जयघोष

6 years ago | [YT] | 55

Devlok Jinalaya Palitana -Shatrunjay Tirth

મહાવીર સ્વામી ભગવાને દીક્ષા લીધા પછી ઉપસર્ગો આવાના ચાલુ થાય છે. ત્યારે ઇન્દ્ર ભગવાન મહાવીર પાસે આવે છે. ઇન્દ્ર કહે છે કે પ્રભુ હું જ્ઞાનથી જોવું છું કે બહુ ઉપસર્ગો તમને આવાના છે. હું તમારી પાસે રહુ પ્રભુ...

આ પ્રસંગ પર કવિ શાંતિલાલ શાહ એ બહુ જ મધુર શબ્દોમાં કવિતા રચી છે.

ઈન્દ્ર કહે પ્રભુ મહાવીરને મને એક વિનંતી કરવા દો ,
પંથ કઠિન છે સાધના કેરો , પાસ તમારી રહેવા દો ,
જ્ઞાન થકી હું જોઈ રહ્યો છું , ભાવી માર્ગ તમારો ,
આવશે આંધી તોફાન ઘણાં , ઉપસર્ગને ઝંઝાવાતો ,
તેથી કહું છું સ્વામી તમને સહાય મુજને કરવા દો.....
ઘોર ભયંકર જંગલ વસતાં ક્રૂર અને હિંસક પ્રાણી ,
કોઈ ન પૂછશે ભાવ તમારો , નહિ મળે અન્ન કે પાણી ,
સાડા બાર વરસ સુધી મુજને સાથ તમારી રહેવા દો....

ઈન્દ્રને ભગવાન જવાબ આપે છે.

વીર કહે છે ઈન્દ્રને , સમજું છું ભાવ તમારો ,
સાંભળજો તમે એક જ ચિત્તે , એ છે ઉત્તર મારો....
જાણું છું કે સાધના કેરા , રાહ ઘણો છે ભયંકર ,
ભાવીને કોઈ ટાળી શકે ના , હોય ભલેને તીર્થંકર ,
નિજની શક્તિ વિના નથી કોઈ ભવસાગર તરવાનો ,
એકલો આવ્યો આતમપંખી , એકલો ઊડી જશે ,
કાં તો મુક્તિ પામશે , કાં તો બંધનમાં બંધાશે ,
આત્મસાધનામાં નહિ ચાલે , કોઈનો સાથ સહારો....
પોતાના પુરુષાર્થ વિના કોઈ પામી શકે ના સિદ્ધિ ,
નિજના પરાક્રમથી પ્રગટે છે , આતમ કેરી રિદ્ધિ ,
તેથી કહું છું.... ઈન્દ્રરાજ ! એ સહાય કરવી રહેવા દો ,
સંકટ - ઉપસર્ગો જે આવે તે હસતે મુખડે સહેવા દો...

7 years ago | [YT] | 31