આ ચેનલ માત્ર સમાચાર અને મનોરંજન પૂરું પાડવા નો હેતુ છે કોઈની પ્રતિષ્ઠા ને હાનિ પહોંચાડવાનો કોઈ હેતુ નથી. આપને અમારા કોઈ વિડિઓ થીં કે સમાચાર થીં કોઈ તકલીફ હોય તો આપ અમને જણાવી શકો છો.

YOUTUBE ::: nexusnews
Facebook ::: nexusnews
Instagram ::: nexus_news_india
Tweeter :::: @nexusnewsindia
Mail id ::: nexusnews81@gmail.com


Nexus news

શાહીબાગ અંડર બ્રિજ અંગેનું જાહેરનામું અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું

2 weeks ago | [YT] | 2

Nexus news

દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ ઘટના અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટનું કારણ હજુ જાણી શકાયું નથી પરંતુ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં એલર્ટ માટે આદેશ આપવામાં આવ્યા છે.

ખાસ કરીને મહાનગરો અને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ તેમજ શહેર જિલ્લાના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી, વાહન ચેકીંગ, પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રેઝન્સ માટે તમામ શહેર જિલ્લા પોલીસના વડાશ્રીઓને સૂચના આપવામાં આવી છે.

2 months ago | [YT] | 0

Nexus news

अमदाबाद

गुजरात राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल ने गांधीनगर में अपने पोते के साथ दिवाली की खरीदारी की।

मुख्यमंत्री एक आम आदमी की तरह बाज़ार गए और उत्साह से खरीदारी की।

उन्होंने स्थानीय विक्रेताओं से दीयों सहित विभिन्न वस्तुएँ खरीदकर स्वदेशी और 'वोकल फॉर लोकल' को बढ़ावा दिया।

विक्रेताओं से बात करते हुए, मुख्यमंत्री ने उन्हें दिवाली की शुभकामनाएँ दीं।

स्थानीय लोग मुख्यमंत्री की सादगी से प्रभावित हुए। भूपेंद्रभाई ने अपनी सादगी से एक बार फिर इस कहावत को चरितार्थ किया कि मुख्यमंत्री का मतलब "आम आदमी" होता है।

कमल सोनी अमदाबाद

2 months ago | [YT] | 0

Nexus news

મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓનો શપથ વિધિ શુક્રવાર, તા :૧૭ ઓક્ટોબરે સવારે ૧૧ .૩૦ કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યમંત્રીમંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીને હોદ્દો અને ગોપનીયતાના શપથ આ સમારોહમાં લેવરાવશે.

2 months ago | [YT] | 0

Nexus news

અમદાવાદ
લૂંટો જેટલું લૂંટાય એટલું, પ્રજા ના ટેક્સ ના રૂપિયા વાપરો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક બાજુ જ્યાં બજેટ ઓછું હોવાના દાવા કરે છે તો બીજી બાજુ એમના કોર્પોરેટર ને બહાર શ્રીનગ૨ પ્રજા ના ટેક્સ ના રૂપિયે બહાર ફરવા મોકલશે. હમણાં અમદાવાદ મ્યુન્સીપાલટી કોર્પોરેશનમાં ૧૯૧ નું સંખ્યા બળ છે જેમાં ૪૮ વોર્ડ ના પ્રજા ના પ્રતિનિધિ છે. આમાં શાસક પક્ષ ના પણ છે અને બીજા પક્ષ તથા અપક્ષ ના પણ કોર્પોરેટર છે.
જ્યારે ભાગ મળવાની વાત હોય ત્યારે આ બધા કોર્પોરેટર એક થઈ જાય છે. અને "મિલ બાટકે ખાવ" ની નીતિ થી કામ કરે છે. આ શ્રીનગર ના પ્રવાસ ની પાછળ અંદાજે ૨ કરોડ નો ખર્ચ થવા જઇ રહ્યો છે. શ્રીનગર ના પ્રવાસ ની પાછળ નો હેતુ માત્ર એટલો જ છે કે કલમ ૩૭૦ ની નીકળ્યા પછી ત્યાં ની શું પરિસ્થિતિ છે તેનો અભ્યાસ કરવા માટે આ પ્રજા ના પ્રતિનિધિ જશે. કેટલું હાસ્યાસ્પદ લાગે છે આ વાત. જ્યાં બોર્ડ ની મીટીંગ માં જ પ્રજા ના પ્રતિનિધિ એકબીજા ની સામે આવી ની પૂરા લડવાના મૂડ માં હોય છે અને આ જ પ્રજા ના પ્રતિનિધિ ઓ સાથે જશે.
આ મુસાફરી એક ખાનગી ટ્રાવેલ્સ ની કપની ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પેહલા એક પ્રજા ના પ્રતિનિધિ પાછળ ૫૦ હાજર નો ખર્ચ થવાનો હતો પરંતુ એકા એક આ ખર્ચ વધી ને ૮૮૦૦૦ થવા જઈ રહ્યો છે.
જો આ પ્રવાસ ના રૂપિયા લોકો પાછળ વાપરવામાં આવે તેવું પ્રજા કહી રહી છે. જે વોર્ડ માં બાકી કામ છે જેવા કે ગટર નું કામ, પાણી ની કામ, ખરાબ રસ્તા રિપેર કરવાનું કામ,આ જે બાકી કામ માં રૂપિયા ખર્ચાય તો કઈ લેખે લાગે એમ છે. બાકી તો આમ ને આમ એકબાજુ પ્રજા ટેક્સ ભરશે અને આપડા આ પ્રજા ના પ્રતિનિધિ આપડા ટેક્સ ના રૂપિયે બહાર ફરવા જશે.
આ પ્રવાસ થઈ ગયા પછી તો એક વાત તો નક્કી છે કે ભલે પ્રજા નું કઈ ભલું ના થાય પણ જે પ્રવાસ લઇ જશે એ ખાનગી ટ્રાવેલ્સ કંપનીનું ભલું થશે એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે

કમલ સોની અમદાવાદ

1 year ago | [YT] | 0

Nexus news

અમદાવાદ
ગુજરાત ની સ્વાસ્થ્ય સેવા આઈ.સી.યુ. માં ગઈ...
ગુજરાત એક વિકસિત રાજ્ય તરીકે નામના મેળવી રહ્યું છે.અને ગુજરાત મોડેલ ની સમગ્ર દેશ માં પ્રખ્યાત થયું છે ત્યારે આજે આપડે એક એવા કિસ્સાની વાત કરવી છે. જ્યાં ડોક્ટર ના ધર્મ ની આગળ અંધ વિશ્વાસ ના ધર્મ ની જીત થઈ છે.
ગુજરાત સરકાર ના નાક ની નીચે આ ઘટના બની અને સરકાર ને નીચું જોવાનો વારો આવ્યો છે. એશિયા ની જે સૌથી મોટી હૉસ્પિટલ ગણાતી એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ની વાત છે. અહીંયા એક દર્દી ને સારવાર માટે લાવવામાં આવ્યા હતા પરંતુ તેમની તબિયત માં સુધારો જોવા નહોતો મળતો. પેલી કહેવત છે ને કે "દુબતે કો તીન કે કા સહારા" આવું જ કિસ્સા માં થયું. દર્દી ને ડોક્ટર ના ધર્મ કરતા અંધ વિશ્વાસ ના ધર્મ માં વિશ્વાસ આવ્યો. અને એના સગા એ આઈ.સી.યુ. માં એક ભુવાજી ને બોલાવાયા અને આ ભુવાજી એ ત્યાં તંત્ર મંત્ર કરી ને દર્દી ને સાજો કરી દિધો એવું એમના સગા નું કેહવુ છે. પણ અહીંયા જોવાની વાત એ છે કે આ ભુવાજી આઈ.સી.યુ. માં આવ્યા અને દર્દી પર તંત્ર મંત્ર કર્યા ત્યાં સુધી સિવિલ હોસ્પિટલ નું હાઈ ટેક સિક્યુરિટી શું કરતું હતું....!! આ પણ એક મોટો સવાલ છે....
સરકાર વર્ષે અહી ની સિક્યુરિટી માટે લાખો રૂપિયા ખર્ચે છે તો શું આવા તંત્ર મંત્ર માટે રૂપિયા ખર્ચે છે...!! આવો એક સવાલ લોક મુખે ચર્ચાઈ રહ્યો છે.સરકાર અંધશ્રદ્ધા વિરુદ્ધ બિલ પણ લાવ્યા છે પણ અહીંયા સરકાર ના આ બિલ અને હોસ્પિટલ ની સિક્યુરિટી ના ધજિયઆ ઉડતા દેખાઈ રહ્યા છે.સરકાર ની વાતો ક્યાંક ને ક્યાંક કાગળ પર હોય એવું સાબિત થઈ રહ્યું છે.
અને દર્દી ના સગા એક વીડિયો ના માધ્યમ થી જણાવે છે કે અમારા દરદી ને જે પણ સારું થયું છે એ આ ભુવાજી ને કારણે સારું થયું છે. અને બીજી બાજુ સિવિલ હોસ્પિટલ ના સતાધિશો એવું કહી રહ્યા છે કે આ વાત ખોટી છે. હવે એ દેખાવું રહ્યું કે આ અંધશ્રદ્ધા વિરૂદ્ધ ના કાયદા હેઠળ આ ભુવાજી ને કોઈ સજા મળે છે કે નહિ.....!!
આ જ છે આપડું ગુજરાત નું વિકસિત મોડેલ.....!??

કમલ સોની અમદાવાદ

1 year ago | [YT] | 0

Nexus news

હવે તો અમદાવાદ માં પોલીસ પણ સલામત નથી અમદાવાદ માં ફરી થી રોડ પર થયું મોત નું તાંડવ
અમદાવાદ માં ફરી થી ઝડપ ની મઝા મોત ની સજા અન્ય માટે થઈ

સમગ્ર બનાવ ની જો વાત કરવામાં આવે તો અમદાવાદ ના ખાડિયા પોલીસ સટેશન માં ફરજ બજાવતા શારદાબેન એમની નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફરજ પૂરી કરી ને પાછા ફરતા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે એમને રિવરફ્રન્ટ પર જોરદાર ટક્કર મારી ને ભાગી ગયો હતો, અને પછી શારદાબેન ને સિવિલ હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા હતા જ્યાં ટુંકી સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયું હતું. આવો જ બીજો એક બનાવ વેહલી સવાર માં અમદાવાદ ની વી.એસ. હોસ્પિટલ પાસે બનવા પામ્યો હતો. જ્યાં રાજસ્થાન રોડવેજ ની એક બસ ચાલકે ગફલત ભરી રીતે બસ ચલાવતા એક એક્ટિવા ચાલક નું મૃત્યુ થયું હતું.
આમ તો અમદાવાદ શહેર પોલીસ મોટા મોટા પેટ્રોલિંગ ના દાવા કરે છે. અને કોમબિંગ હાથ ધરે છે પણ અહીંયા ક્યાંક ને ક્યાંક પોલીસ પેટ્રોલિંગ ના દાવા પોકળ સાબિત થતાં હોય એવું લાગે છે.
રાત ના દસ વાગતા શહેર ના અલગ અલગ વિસ્તાર માં વાહન ચેકીંગ ના નામે સામાન્ય જનતા ને ડરાવવા માં આવે છે. હવે દેખાવનું એ રહ્યું કે આ પોલીસ ને હિટ એન્ડ રન કરવાવાળા ક્યારે ઝડપાશે.

1 year ago | [YT] | 0