જય સ્વામિનારાયણ
Yogi Raj Channel માં આપનું હાર્દિક સ્વાગત છે.

અમારી ચેનલમાં હરિભક્તોને ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજને વિશે મહિમા દૃઢ થાય માટે ખૂબ મેહનત લઇને વિડીયો બનાવીને અપલોડ કરવામાં આવે છે, જેમાં
Bapsનાં વિદ્વાન સંતોનાં પ્રવચનો, નિત્ય સ્વાભાવિક ચેષ્ટા, શ્રીહરિની મૂર્તિનાં પદો તેમની નયનરમ્ય મૂર્તિના દર્શન સાથે, ગુણાતીત ગુરુઓના કીર્તનો તેમનાં વિશિષ્ટ દર્શન સાથે, સત્સંગદીક્ષા ગ્રંથના શ્લોકો ગુજરાતી તેમજ સંસ્કૃતમાં ઓડિયો અને શબ્દો સાથે વિગેરે...

અમારો હેતુ માત્ર સારા સત્સંગલક્ષી વિડિયો આપ સુધી સરળતાથી મળી રહે અને આપણો સત્સંગ વિશેષ દૃઢ થાય એ જ છે.

📌નોંધ :- આ ચેનલમાં અપલોડ કરવામાં આવતાં ઓડિયો કે વિડીયો નો હેતુ માત્ર ને માત્ર સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે , સ્વામિનારાયણ સંપ્રદાયનાં અનુયાયીઓ તથા તેમને અનુરૂપ જે ધાર્મિક માણસો છે તેની ધાર્મિક માન્યતાને આધારિત છે, આ ઓડિયો કે વિડીયો કોઈ પણ વર્ગનાં વ્યક્તિ, વ્યક્તિના સમૂહ, સમાજ, સંપ્રદાય કે સંસ્થાની લાગણીઓને હાનિ પહોંચાડવાની ભાવના બિલકુલ નથી