Member of Development and Welfare Board for Denotified Nomadic and Semi Nomadic Communities of Govt. of India
Mittal Patel, founder of Vicharta Samuday Samarthan Manch (VSSM)
Public Speaker, Columnist, Social Blogger, Traveller
Mittal Patel works for the nomadic and de-notified tribes of Gujarat. VSSM, a non--profit organization founded in 2006 is now spread across 90 Blocks and 20 districts of Gujarat, Smt. Mittal Patel along with her team is doing tremendous work in the field of education, health care, disaster relief, rehabilitation, environment and many more. The organisation is also working on government policies so that this extremely marginalized section of the society get their rights and benefits of the policies. These tribes were hardly seen as they were suffering problems related to identity and dignity in the society. VSSM was thus started with the vision of giving these tribes their identity and solve the challenges faced by them in day to day life.
Mittal Patel
350 ની વસતિ ધરાવતું ગામ. અહીં એક પણ દીકરી છ પાસ નથી ને એક પણ દીકરો દસ પાસ નથી.
બનાસકાંઠાનું કાકર ગામ, એમાંય આ ‘ધૂડાનગર’. નામ જેવી જ જાણે સ્થિતિ. ફૂલવાદી સમુદાયના ૩૫૦થી વધુ પરિવારો અહીં વસે.
સાપના ખેલ બતાવવા એ એમનો પરંપરાગત વ્યવસાય, પણ સમય બદલાયો અને ખેલ બંધ થયા. હવે ખેતમજૂરી થકી પેટિયું રળે.
આ પરિવારોએ સદીઓ સુધી રઝળપાટ વેઠ્યો. કાચા છાપરામાં ટાઢ, તડકો અને વરસાદ સહન કર્યો પણ હવે એમના જીવનમાં એક નવો સૂર્યોદય થવા જઈ રહ્યો છે.
તાજેતરમાં ૧૭ જાન્યુઆરી 2026ના રોજ ધૂડાનગરમાં એક ઐતિહાસિક ‘ભૂમીવંદના’નો કાર્યક્રમ યોજાયો. આ ભૂમીવંદના માત્ર જમીનની નહોતી, પણ આ પરિવારોના સન્માન અને સ્થિરતાની હતી.
VSSM ના માધ્યમથી રાજ્ય સરકારે ૯૪ પરિવારોને પ્લોટ ફાળવ્યા અને ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના’ હેઠળ ૧.૭૦ લાખની સહાય આપી.
પણ આપણે સૌ જાણીએ છીએ કે આજના મોંઘવારીના સમયમાં આટલી રકમમાં ઘર ન બને.
આદરણીય પ્રતુલભાઈ શ્રોફ અને કિશોરભાઈ પટેલે પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં ‘કુશ હોમ’ બાંધવાનો સંકલ્પ કર્યો. સાથે જ IDRF, આદરણીય મિહીરભાઈ પરીખ અને આદરણીય ચંદ્રકાન્તભાઈ મેતલિયા જેવા ઉદાર મનના સ્વજનોની મદદમાં જોડાતા હવે ૩.૭૦ લાખના ખર્ચે એક મજાનું, પાકું અને ગૌરવશાળી ઘર આ પરિવારોને મળશે.
આ ભૂમીવંદના પ્રસંગે મંત્રીશ્રી પ્રવિણભાઈ માળી, ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણ અને વહીવટીતંત્રના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
પ્રવિણભાઈએ તો ખૂબ લાગણીથી આ પરિવારોની વસાહતને હરિયાળી કરવામાં મદદ કરવા કહ્યું. સાથે બાળકોને શિક્ષીત કરવા પર પણ ભાર મુક્યો.
સૌથી સુંદર દૃશ્ય તો એ હતું કે જે ફૂલવાદી દીકરીઓ ક્યારેય શાળાના પગથિયાં નથી ચઢી, એ દીકરીઓ આજે આશાભરી નજરે આ ભૂમિપૂજનમાં બેઠી હતી.
ગરીબ માણસ માટે ઘર એ માત્ર ઈંટો અને સિમેન્ટનું માળખું નથી, એ એની સુરક્ષાની દીવાલ છે.
અત્યાર સુધી ૨૦૦૦થી વધુ પરિવારોના ઘર બાંધવામાં નિમિત્ત બન્યાનો અમને રાજીપો.
રઝળતા સમુદાયોને જ્યારે પોતાનું આંગણું મળે, ત્યારે તે આશીર્વાદની જાણે વર્ષા વરસાવે. આ આશિષ આ કાર્યમાં મદદ કરનાર આપ સૌના.
જે ભૂમી પર આ પરિવારોના ઘરો બંધાશે. ત્યાં માત્ર દીવાલો નહીં ચણાય, પણ ફૂલવાદી સમુદાયના બાળકોના ભવિષ્યના સપનાઓ પણ ચણાશે.
દરેક માણસને પોતાનું ઘર હોય ને ઘરમાં રહેતા દરેક બાળકના ભણતરનો દીવો એમના ઘરના ઉંબરે સતત પ્રગટ્યા કરે એવી અભ્યર્થના.
3 hours ago | [YT] | 107
View 3 replies
Mittal Patel
શું લાગે આ વાત સાચી? બસ, આવી જ રીતે નાનાથી શરૂઆત કરો તો એક પેઢી પછી તે બદલાવ દેખાવા લાગે.
1 day ago | [YT] | 14
View 0 replies
Mittal Patel
"ચોરી કરો તો સીધા હાથ જ કાપી નાખે. ગુનો કર્યો તો એની સજા દિવસો કે મહિનાઓ પછી નહીં પણ એક અઠવાડિયામાં ફેંસલો."
"કાયદો વ્યવસ્થા સાઉદી અરેબિયામાં સખત છે. એટલે કોઈ વ્યક્તિ સપને પણ કાયદાનું ઉલ્લંધન કરવાનું ન વિચારે. " આ બધુ સાંભળીને બાળકો આશ્ચર્યચકિત થઈ ગયા!
અમારા વલ્લભ વિદ્યા વિહાર- પાનસરમાં ભણતા બાળકોને અમે ફક્ત પુસ્તકિયું જ્ઞાન નથી આપતા, પરંતુ બાળકોની આંખોમાં એવા સપના રોપવાનું કરીએ જે એમને દુનિયાના જુદા જુદા દેશોના દ્વારે લઈ જાય.
તાજેતરમાં અમારા આંગણે સાઉદી અરેબિયાની ટોપ મેનેજમેન્ટ કંપનીમાં કાર્યરત ને અમારા કાર્યોમાં વર્ષોથી મદદ કરતા અમારા સ્નેહી શ્રી વિરલભાઈ પધાર્યા.
એમણે બાળકોને શા માટે ભણવું જોઈએ? એ અંગે પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું કે, શિક્ષણ એ માત્ર ડિગ્રી નથી પણ વૈશ્વિક એક્સપોઝર મેળવવાની ચાવી છે.
તેમણે સાઉદી અરેબિયાની શિસ્ત, ત્યાંની કડક કાયદો વ્યવસ્થા અને ઝડપી ન્યાય પદ્ધતિ વિશે વાત કરી એ સાંભળી જિજ્ઞાસુ બાળકોએ પણ અવનવા પ્રશ્નોની જાણે ઝડી વરસાવી.
ત્યાં આપણા રૃપિયાની જેમ ક્યું ચલણ છે? આપણા રૃપિયા સામે ત્યાંના ચલણની કિંમત શું?
સાઉદી કઈ પદ્ધતિથી દેશ ચલાવે? લોકશાહી કે રાજાશાહી?
સાઉદી જવા શું ભણીએ તો સહેલું પડે?
ત્યાંની રાષ્ટ્રીય રમત શું છે?
ત્યાં બહેનોની સ્થિતિ કેવી છે?
વગેરે જેવા પ્રશ્નો બાળકોએ પુછ્યા.
અમારા ત્યાં ભણતા બાળકોમાંથી મોટાભાગના બાળકોના માતા-પિતા પાસે ભવિષ્યનું કોઈ ચોક્કસ વિઝન નથી, એવા બાળકોની આંખોમાં દુનિયા જોવાનું સપનું રોપવાનું કામ અમે કરી રહ્યા છીએ.
જ્યારે કોઈ મહાનુભાવ સાથે તેઓ સીધો સંવાદ કરે, ત્યારે તેમને સમજાય છે કે ભણતરનો અર્થ માત્ર ૧૦ કે ૧૨ પાસ કરવા પૂરતો નથી, પણ ક્ષિતિજો વિસ્તારવાનો છે.
અમે આયોજિત કરેલા સ્પોર્ટ્સ ડેમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને તેમના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું.
આભાર વિરલભાઈ તમે ખાસ પધાર્યા એ માટે... બાળકોને તમારી વાતોથી ઘણું જાણવા શીખવા મળ્યું સાથે સાથે તમે જેમ સમાજને પાછુ આપો છો એમ અનુદાન કેમ કરવું જોઈએ એનો પણ ખ્યાલ આવ્યો.
2 days ago | [YT] | 216
View 0 replies
Mittal Patel
“આ ખાટલો ક્યારેય ખાલી નથી થયો…”
પ્રવિણભાઈના આ શબ્દો સાંભળતા જ મન ભરાઈ જાય.
નાનો હતો ત્યારથી પહેલા પિતા, પછી મા, પછી મોટી બહેન, પછી નાની બહેન… અને આજે પણ એક બહેન ખાટલે પડી છે.
જે ખાટલો પકડે, એની તમામ જવાબદારી પ્રવિણભાઈના ખભા પર. ઝાડો-પેશાબથી લઈને રોજિંદી તમામ સેવા એમના હાથેથી થાય.
અમે પૂછ્યું, “આ જીવન સામે ફરિયાદ નથી?”
જવાબમાં પ્રવિણભાઈ શાંતિથી કહે,“શાની ફરિયાદ? પોતાના હોય એને થોડા છોડી દેવાય? કરમમાં લખેલું તો પુરુ કરવાનું ને?”
બનાસકાંઠાના સેમેદ્રાગામમાં રહેતા પ્રવિણભાઈની સ્થિતિ જોઈને જીવ બળી ગયો.
આખા ઘરમાં એકમાત્ર પ્રવિણભાઈ જ એવા જેમને સમજ અને જવાબદારીની મતિ઼. બાકીના ભાઈ-બહેનો તો માનસિક રીતે નિજાનંદી.
આ બધું કેમ થયું? એનો જવાબ પ્રવિણભાઈ પાસે નથી. પણ પડોશીઓ કહે, "જન્મ્યા એ વખતે તો બધા સરસ હતા, પણ થોડા વર્ષોમાં ધીમે-ધીમે માનસિક સ્થિતિ બદલાતી ગઈ."
ઈશ્વરે પ્રવિણભાઈને ચાકરી કરવાની વિશેષ શક્તિ આપી હોય એવું સ્થિતિ જોઈને લાગ્યું. એ બહાર જઈને કામ કરી શકે નહીં. ઘરમાં આટલા બધાને સાચવવાના. પણ હિંમત હારી નથી. સિલાઈ મશીન ચલાવતાં આવડે એટલે ગામમાં કોઈના ફાટેલા કપડાં સાંધવાનું કરી આપે.
ખાવા-પીવા માટે VSSM તરફથી રાશનકીટ મળે. એ સિવાય પાલનપુરના એક સહૃદય ભાઈ પણ રાશનકીટ આપે. આ બે મદદથી ઘરમાં જમવાનું બની જાય.
સરકાર તરફથી ત્રણે દિવ્યાંગ માટે મળતા 3000 રૂપિયા માંથી દવા, દૂધ, શાકભાજી જેવા નાનામોટા ખર્ચો નીકળી જાય.
પ્રવિણભાઈ કહે છે, “રાશન મળે એટલે હું શાંતિથી આ બધાની સેવા કરી શકું છું.
નહીં તો બહુ અઘરું થઈ જાય.”
ખરેખર, પ્રવિણભાઈ આજના સમયમાં શ્રવણ જેવો દીકરો અને લક્ષ્મણ જેવો ભાઈ છે.
કપરી સ્થિતિમાં જીવતા માતા-પિતા અને ભાઈ-બહેનોને એમણે ક્યારેય ત્યજ્યા નથી.
ફરજને ભાર નહીં, પણ ધર્મ સમજીને વહન કરે.
અમે આવા પરિવારને રાશન થકી થોડી સાંત્વના આપી શક્યા એનો રાજીપો.
ઈશ્વર પ્રવિણભાઈના માથે હંમેશા હાથ રાખે એવી પ્રાર્થના ને અમને નિમિત્તનો સંતોષ.
6 days ago | [YT] | 299
View 4 replies
Mittal Patel
આપણે ભારતને ‘ખુલ્લામાં શૌચ મુક્ત’ જાહેર કરી દીધું, પણ સજનબેન જેવા દિવ્યાંગો આજે પણ કાદવમાં ઢસડાતા ખુલ્લામાં જવા મજબૂર.
જે સ્ત્રીએ ચાલવા માટે પોતાના બંને હાથ જમીન પર ટેકવવા પડતા હોય, એ ગંદકી અને કાદવમાં કેવી રીતે જતી હશે? “દસ વાર હાથ ધોયા પછી પણ એ હાથે રસોઈ બનાવવાનું મન ન થાય” એવા સજનબેનના શબ્દ આપણી આધુનિક સિસ્ટમ પર લપડાક.
જેમના ઘરે શૌચાલય ન હોય ને હાથ અને પગના સહારે - પશુની જેમ ચાલતા દિવ્યાંગો માટે આકાશમાંથી વરસી રહેલો વરસાદ આભ ફાટવા જેવી આફત.
ઘરવિહોણાને ઘર આપવાનો પણ વડાપ્રધાન શ્રીનો સંકલ્પ. આ સંકલ્પ ઉમદા ને અનેકોને આ સંકલ્પના કારણે ઘર મળ્યાનો આનંદ. પણ ખરેખર ઘરની જરૃરિયાતવાળા લોકો ઘરવાળા કેમ થયા નથી?
પંચાયત સ્તરે જે દિવ્યાંગો પાસે પોતાનું ઘર નથી, જેમની આર્થિક સ્થિતિ ખરાબ છે તેમને સરકારની કલ્યાણકારી યોજનામાં પ્રાધાન્યતા આપવી જોઈએ પણ એમ થતું નથી.
જે દિવ્યાંગ હરી-ફરી શકે તે સરકારી કચેરીમાં જઈ કાગળિયા કરી લેશે પણ જે ચાલી નથી શકતા અથવા જીવતબા કે સજનબેન જેવા જેમને એક યા બીજા પ્રકારે બહાર નીકળતા સંકોચ થાય છે તેમના માટે કચેરીઓના ધક્કા ખાવા, ઓનલાઈન ફોર્મ ભરવું લોઢાના ચણા ચાવવા જેવું.
દરેક ગામના સરપંચ અને તલાટી પોતાના ગામમાં રહેતા આવા લાચાર પરિવારોની યાદી બનાવી આવા પરિવારોને પ્રાધાન્યતા આપવાનું ન કરી શકે?
ખેર ખેડાના ડભાણમાં રહેતા સજનબહેનનું ઘર અમે બાંદ્યું ને શૌચાલયની સુવિધા પણ કરી. પણ સવાલ આઝાદીના ૭૫ વર્ષ પછી પણ આપણા દેશના કેટલાય દિવ્યાંગ ભાઈ-બહેનો શૌચાલય તો ક્યાંક પાક્કા ઘરની રાહ જોઈ રહ્યા છે. શું એમના સુધી પહોંચી એમને ગરિમાપૂર્ણ જીવન આપી ન શકીએ?
VSSM સાથે સંકળાયેલા આદરણીય ઈન્દરભાઈ મોદી અમદાવાદમાં રહે એમની મદદથી સજનબહેન અને ગોવિંદભાઈનું ઘર બંધાયું. હવે પરિવાર રાજી.
ગોવિંંદભાઈ હાથેથી ચલાવવાની સાયકલ પર ફરે. રોજી રોટી મેળવવામાં પણ તકલીફ. એમણે કહ્યું, કટલરી ને સાડીઓ જેવું સાયકલ પર બેસી વેચી શકાય એવી સાયકલ ને સાથે સામન લઈ આપો તો અમારી રીજી રોટી ચાલે. જામનગરના અલીમભાઈ અડાતિયાની મદદથી એમને રોજગાર આપવાનું પણ કરીશું.
અમે આવા પરિવારોને ઘર આપવામાં એમને રોજગાર આપવામાં નિમિત્ત બન્યાનો રાજીપો. અત્યાર સુધી 2000 જેટલા પરિવારોના ઘર બાંધવામાં નિમિત્ત બન્યાનો આનંદ..
1 week ago | [YT] | 299
View 5 replies
Mittal Patel
એવી તે કેવી હાલત થઇ ગઈ?? કે લોકોને હોડીઓ માંગવી પડી...
1 week ago (edited) | [YT] | 18
View 0 replies
Mittal Patel
અક્ષરજ્ઞાન વિના દુનિયા રહી શકે છે, પરંતુ પૂજ્ય ગાંધીજીએ સૂચવેલા સત્ય, અહિંસા, અસ્તેય, સદાચાર, સંયમ અને અપરિગ્રહ નહીં હોય તો સમાજ નહીં બચી શકે - શ્રી આચાર્ય દેવવ્રતજી - રાજ્યપાલ શ્રી
ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં ભણવું એ અવસર. આમ તો ગાંધીજી માટેના આદર પ્રેમના કારણે જ મે ગૂજરાત વિદ્યાપીઠમાં ભણવાનું નક્કી કર્યું ને ત્યાંથી 2007માં એમ.ફીલ. કર્યું.
ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થયાને 100 ઉપરાંત વર્ષ થયા. આ નિમિત્તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજવામાં આવ્યું ને ત્યાં વિચરતી જાતિ તેમજ પાણી પર્યાવરણના જે કાર્યો કરીએ તેનું સન્માન થયું.
આભાર સન્માનીય મનસુખભાઈ માંડવિયા- માનનીય મંત્રી શ્રી, શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલ ને શ્રી અશ્વિનભાઈ ચૌહાણ
1 week ago | [YT] | 282
View 4 replies
Mittal Patel
બાપનો હાથ માથે ફરે તો કેવું રૃડુ લાગે આ જગતમાં હું એકલો નથી એવો અહેસાસ થાય..
પણ માથે હાથ ફેરવનાર બાપ નહોય તો? માનો પાલવ, ખોળો હૂંફ આપે પણ એ હૂંફ આપનાર મા ન હોય તો?
સાબરકાંઠાના ભીલોડમાં નોંધારા થયેલા ત્રણ બાળકો રહે. જય, મનીષા અને કોમલ. માથે કાચી પાકી છત હતી પણ એ ચોમાસે તૂટી પડી. ઘરવિહોણા થઈ ગયેલા આમની વાત અમારા કાર્યકર તોહીદભાઈ સુધી મંજુબહેને પહોંચાડી.
મા બનીને આવ પ્રભુ મારે બાળક થઈ રમવું છે. એવો જ ઘાટ થયો. પ્રભુએ જાણે હુકમ કર્યો ને આ બાળકોનું ઘર બાંધવાનું અમારા પ્રવિણભાઈ શાહની મદદથી કર્યું.
પડોશી, દૂરના સગાવહાલ થાય એ ટેકો આ બાળકોને કરતા પણ એમની સ્થિતિ એ ઠીક હતી. એ કાંઈ ઝાઝુ ન કરી શખે. પણ આ બધાનો જીવ આ બાળકો માટે બળે.
ખેર ઘર બન્યું ને અમે કોમલના હાથે ઘરમાં માટલી મુકાવી ત્યારે સૌ હરખાયા.
જયનો મૂછનો દોરો હવે ફૂટ્યો. ભણવાનું તો એનું ક્યારનુંયે છુટી ગયું. ઘર ચલાવવા એ ગેરેજમાં 100 - 150ના પગારે નોકરી કરે. કોમલ ભણવામાં હોંશિયાર એને અમે ભણવા અમારી હોસ્ટેલમાં લઈ આવીશું.
માથુ ઢાંકવા છત બની પણ હજુ ઘરમાં જરૃરી સામાન વસાવવાનો બાકી. આપ સૌ સહકાર આપશો તો એય થશે.
પણ રાજીપો આ બાળકોને ઘર આપ્યાનો. મંજુબહેન કહે, "જયને વહુ લાવવામાં હવે તકલીફ નહીં રહે.."
આભાર પ્રવિણભાઈ આપની મદદથી અમે આવા કાર્યમાં સહભાગી થઈ શક્યા. તમને મળેલી સંપદાનો તમે સાચો ઉપયોગ કરી રહ્યા છો. આ બાળકોના માતા પિતા જ્યાં હશે ત્યાંથી તમારા પર આશિર્વાદ વરસાવતા હશે.. ઈશ્વર તમને હંમેશા અનેકોના શુભમાં નિમિત્ત બનાવે તેવી પ્રાર્થના...
2 weeks ago | [YT] | 352
View 3 replies
Mittal Patel
જ્યારે મહેનત અને પ્રમાણિકતા ભેગા થાય ત્યારે સફળતા મળે
"હિંમતે મર્દા તો મદદે ખુદા" આ કહેવતને જામનગરના અલિયાવાડાના મુકેશભાઈએ સાર્થક કરી બતાવી.
મુકેશભાઈ ભંગાર ભેગો કરવાનું કામ કરતા. ઈચ્છા વધુ ભંગાર ભેગો કરવાની હતી પણ પાસે મૂડી નહોતી. VSSM અને KRSF ની સંયુક્ત પહેલ દ્વારા તેમને ₹20,000 ની લોન મળી. આ નાનકડી રકમ તેમના આત્મવિશ્વાસ માટે મોટું ટેકણ સાબિત થઈ.
કવિ નર્મદની પેલી પંક્તિઓ જેવું થયું, "ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું; ઝંપલાવ્યું તો હવે ના ડરવું, ના ડરવું.
ભંગારના ધંધામાં સ્થિરતા આવી. કમાયા, બચત પણ થઈ હવે સૂકા મસાલાનો વેપાર કરવાની ભાવના થઈ. અમારી પાસેથી બીજી લોન લીધી ને ભાડાની રિક્ષામાં ગામડે-ગામડે ભમ્યા, પરસેવો પાડ્યો, વેપાર વધ્યો ને બચત પણ કરી.
ભાડાના ખર્ચને બચાવવા પોતાનું વાહન લેવાનું સ્વપ્ન જોયું. ફરી લોન લીધી, પોતાની જિંદગીની મૂડી એટલે કે બચત ઉમેરી અને મુકેશભાઈ પોતાની ગાડીના માલિક બન્યા.
મુકેશભાઈએ લીધેલી લોન સમયસર અને પ્રમાણિકપણે ભરપાઈ કરી. જ્યારે માણસની દાનત સાફ હોય, ત્યારે કુદરત પણ સાથ આપે. એ સાથના પ્રતાપે એ આગળ આવ્યા.
મુકેશભાઈના જીવનમાં આ પ્રગતિ થઈ એનો અંદાજ અમને નહોતા. અમે અલિયાવાડામાં આ બધા પરિવારોના માનવ અધિકારના કામો ક્યાં પહોંચ્યા એ જોવા ગયા ત્યાં બેઠક પત્યા પછી મુકેશભાઈએ કહ્યું, "બેન તમને કશું બતાવવું છે" ને એમણે પોતાનું વાહન બતાવી સંસ્થાના પ્રતાપે અહીં પહોંચ્યાનું કહ્યું.
અમે તો આ બધુ જોઈ, સાંભળીને રાજી. મુકેશભાઈ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા
2 weeks ago | [YT] | 233
View 1 reply
Mittal Patel
એવા પરિવારની વાત. કે, જેમાં એક વૃદ્ધ માં અને તેમની અંધ યુવાન દીકરી એકલા ઝુંપડામાં રહે છે, આખી વાત સાંભળશો તો હૃદય દ્રવી ઉઠશે.
2 weeks ago | [YT] | 23
View 0 replies
Load more