Dr. Karan Modhvadiya

ડો. કરણ મોઢવાડીયા 
MD ફિઝિશિયન અને  ICU સ્પેશિયાલિસ્ટ
ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ રાજકોટ 

📞 7016032669  ઇમરજન્સી અને વોટ્સએપ સંપર્ક માટે જ

જામનગરની સરકારી મેડિકલ કોલેજ અને જીજી હોસ્પિટલથી MBBS, પુણેથી ગવર્મેન્ટમાં MD/DNB MEDICINE, સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદથી ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ની ડિગ્રી એડવાન્સ ફેલોશીપ ઇન ઇન્ટેન્સિવ કેર મેડિસિન FCCCM, AFIC
અને ફેલોશિપ ઈન 2D ઈકો કાર્ડિયોગ્રાફી

જિંદગીનું લક્ષ્ય :-
આપણી દેશી ભાષામાં લોકો સુધી આરોગ્ય જ્ઞાન પહોંચાડવું અને લોકોને સાજા કરવા.


Dr. Karan Modhvadiya

શું સોપારી🩸 ખાવાથી ખરેખર લોહી પાતળું થાય ?
#health #education #doctor

6 months ago | [YT] | 20

Dr. Karan Modhvadiya

" જરૂર જાણો પગમાં સોજાના કારણો ? "
પગમાં સોજા ઘણી બધી બીમારીઓ કે પરિસ્થિતિઓના કારણે થઈ શકે છે. નીચે તેના સૌથી વધુ જોવા મળતા કારણો સરળ ભાષામાં સમજાવ્યા છે. પગમાં સોજાનું કારણ શરીરમાં પાણીનો ભરાવો થવું છે. જો હૃદય સારી રીતે કામ ન કરતું હોય તો લોહી ઠીક રીતે પંપ થતું નથી અને પગમાં પાણી ભરાય છે. કિડનીની બિમારીઓમાં પણ શરીરમાં રહેલું પાણી પેશાબ વાટે બહાર ન જતાં અથવા ઓછુ જતા પગમાં સોજા આવે છે. લિવર (યકૃત) ખરાબ હોય તો પ્રોટીનની અછત અને લોહી પ્રવાહમાં ફેરફારથી પગમાં સોજા આવે. હોર્મોન બદલાવ, ખાસ કરીને ગર્ભાવસ્થા, પગમાં સોજાનુ કારણ બની શકે છે. વધુ ઊભા રહેવું કે લાંબા સમય સુધી બેસી રહેવું પગમાં સોજાનુ કારણ બની શકે છે. કેટલાક દવાઓ જેમ કે બ્લડ પ્રેશરની દવા, સ્ટેરોઇડ્સ અને હોર્મોન દવાઓ પણ પગમાં સોજાનુ કારણ બની શકે છે. કોઈપણ પ્રકારના માર વાગવા ને લીધે સ્નાયુઓ અથવા હાડકાંના સંબંધી ઈંફેક્શનથી પણ પગમાં સોજા આવી શકે. જો પગમાં સતત સોજા રહેતા હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે તે ગંભીર સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે.

" આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં "
ડો. કરણ મોઢવાડીયા
MD ફિઝિશિયન અને ICU સ્પેશિયાલિસ્ટ
વ્યસન મુક્તિ, મોટાપા, હેલ્થ અને વેલનેસ નિષ્ણાંત
ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ
7016032669 એપોઇન્ટમેન્ટ અને ઓનલાઇન કન્સલ્ટેશન માટે વોટ્સએપ મેસેજ સંપર્ક
#HeartHealth #heart #liver #kidneyhealth #health #healthylifestyle

6 months ago | [YT] | 9

Dr. Karan Modhvadiya

આવતા મહિને તારીખ 1/6/2025, રવિવારના રોજ મળી શકાશે
ડો. પ્રકાશ મોઢા ( ન્યુરો અને સ્પાઇનસર્જન ) અને ડો. કરણ મોઢવાડીયા ( MD અને ICU સ્પેશિયાલિસ્ટ)

હવે દર મહિનાના પહેલા રવિવારે પોરબંદરમાં મળશે

સવારે 10:00 થી બપોરના 1:00 વાગ્યા સુધી
ડો.અશોક ગોહીલ હોસ્પીટલ, જૂના ફુવારા પાસે યુગાંડા રોડ, HDFC બેન્ક ની બાજુમાં, પોરબંદર

લોકેશન મેપ લિંક👇👇👇
maps.app.goo.gl/zLh8BERveW3CQhVG6

📱એપોઇન્ટમેન્ટ લેવા માટે 9909788588 પર સંપર્ક કરો

7 months ago | [YT] | 17

Dr. Karan Modhvadiya

" ડાયાલિસિસથી ડરો નહીં પણ સમજો "
ICUમા ઘણીવાર ડાયાલિસિસનું નામ સાંભળી દર્દીના સગા ખૂબ ડરી જતા હોય છે. કિડનીના પ્રોબ્લેમ બે પ્રકારના હોય છે એક હોય છે એક્યુટ કિડની ઇન્જરી (AKI) બીજું હોય છે ક્રોનિક કિડની ડિસીઝ (CKD). AKI એટલે બીપી ઘટી ગયું, શરીરમાં ખૂબ ઇન્ફેક્શન ફેલાઈ જવું અને બીજા કારણોના લીધે કિડની પર સોજો આવી જાય છે જે થોડા સમયમાં પાછો સાજો થવાને પણ પાત્ર છે. જે મોટા ભાગે ICUના દર્દીમાં જોવા મળતું હોય છે. જેમા ક્રિએટિનાઇન નામનો રિપોર્ટ વધી જાય છે અને પેશાબ આવતો બંધ થઈ જાય છે અથવા ઓછું થઈ જાય છે. ત્યારે કરવામાં આવતું ડાયલિસિસ જીવન જીવવા માટે જરૂરી બની જાય છે. તો આ પરિસ્થિતિમાં ડાયાલિસિસ જરૂરી છે અને તેના લીધે ડાયાલિસિસ જિંદગીભર નહીં કરાવવું પડે. કારણકે કિડની આ પરિસ્થિતિ પૂરતી જ ખરાબ થઈ છે લાંબા સમય માટે નહીં. CKD વિશે આગળની પોસ્ટમાં ચર્ચા કરીશું આ પેજ ને જરૂર ફોલો કરી લો.
" આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં "
ડો. કરણ મોઢવાડીયા
MD ફિઝિશિયન અને ICU સ્પેશિયાલિસ્ટ
વ્યસન મુક્તિ, મોટાપા નિષ્ણાંત
ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ
7016032669 એપોઇન્ટમેન્ટ અને ઓનલાઇન કન્સલ્ટેશન માટે વોટ્સએપ સંપર્ક

8 months ago | [YT] | 8

Dr. Karan Modhvadiya

" હાઈ સુગરમાંથી બન્યું ઝેર સમાન એસિડ "
મિત્રો જેને ડાયાબિટીસની બીમારી હોય અને સમયસર ગોળી કે ઇન્સ્યુલિન ના લેતા હોય અથવા તો ડાયાબિટીસના દર્દીને કોઈ ઇન્ફેક્શન થઈ જાય તો એ દર્દીનું સુગર 300-400 કે તેથી વધુ થઈ જાય ત્યારે દર્દીને ડાયાબિટીસ કીટો એસીડોસીસ નામની ગંભીર બીમારી હોઈ શકે. જેમાં દર્દીને પેટમાં દુખાવો, ઉલટી, શ્વાસ લેવામાં તકલીફ, નબળાઈ આવવી કે બેહોશ થઈ જવું જેવા લક્ષણો આવે છે. હોસ્પિટલમાં રિપોર્ટમાં લોહી કે પેશાબમાં કીટોન બોડીસ બનવા માંડે છે જે એક ઝેર જ છે. આવા દર્દીને ઘણીવાર તરત જ વેન્ટિલેટર પર લેવા પડે છે તો મારી તમને વિનંતી છે કે આનાથી બચવા માટે તમારું સુગર કંટ્રોલ કરવા નિયમિત સમયે ગોળી અને ઇન્સ્યુલિન લેવું અને નિયમિત ડોક્ટરનો ફોલો અપ લેતા રહો અને ઘરે સુગર માપવાના મશીનથી સુગર જરૂર ચેક કરો.

" આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં "
ડો. કરણ મોઢવાડીયા
MD ફિઝિશિયન અને ICU સ્પેશિયાલિસ્ટ
વ્યસન મુક્તિ, મોટાપા નિષ્ણાંત
ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ
7016032669 એપોઇન્ટમેન્ટ અને ઓનલાઇન કન્સલ્ટેશન માટે વોટ્સએપ સંપર્ક

આપણા પોસ્ટ અને વિડિયો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં, તમને નહીં ખબર પણ તમે ઘણા લોકોનો જીવ બચાવી રહ્યા છો.
સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને

8 months ago | [YT] | 3

Dr. Karan Modhvadiya

" કોમાં માંથી...એ હાલો દડે રમવા સુધીની સફર "
22 વર્ષનો યુવાન રોડ અકસ્માતમાં ગંભીર ઈજા થઈ. મારી પાસે ઇમરજન્સીમાં આવ્યો ત્યારે શ્વાસ પણ નહોતો લઈ શકતો હતો પછી તરત એને મારાજ હાથે વેન્ટિલેટર પર લેવો પડ્યો હતો અને એ પછી તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું અને ત્રણ દિવસ પછી કોમા માંથી બહાર આવ્યો આજે અઠવાડિયા પછી એ મારા સ્ટાફ સાથે નાના છોકરાની જેમ દડે રમતા જોઈ મારું હૃદય પ્રફુલિત થઈ ગયું. આ દ્રશ્ય મેં એના મા બાપને બોલાવીને તરત દેખાડ્યું, તો એના માની આંખ ભીની થઈ ગઈ અને મને ગળે વળગી ગયા.
" આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં "
ડો. કરણ મોઢવાડીયા
MD ફિઝિશિયન અને ICU સ્પેશિયાલિસ્ટ
વ્યસન મુક્તિ, મોટાપા નિષ્ણાંત
ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ
7016032669 એપોઇન્ટમેન્ટ અને ઓનલાઇન કંસલ્ટેશન માટે વોટ્સએપ સંપર્ક

આપણા પોસ્ટ અને વિડિયો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં, તમને નહીં ખબર પણ તમે ઘણા લોકોનો જીવ બચાવી રહ્યા છો.
સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને

8 months ago | [YT] | 11

Dr. Karan Modhvadiya

" પાણીપુરીથી લઈને વેન્ટિલેટર સુધીની સફર "
વાત છે 16 વર્ષની યુવતીની, લારી પર પાણીપુરી ખાધા પછી ઝાડા ઉલ્ટી ચાલુ થઈ ગયા ધીરે ધીરે માનસિક અવસ્થા ખરાબ થઈ. બે દિવસ લોકલ હોસ્પિટલમાં દાખલ રહ્યા. જ્યારે મારી પાસે પહોંચ્યા ત્યારે શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ, આંખે કમળો, બીપી સાવ લો થઈ ગયું. ઇમરજન્સીમાં જ વેન્ટિલેટર પર લેવી પડી આઈ સી યુ મા દાખલ કરી, બીપી વધારવાની દવા ના પંપ આપવા પડ્યા. લોહીના રિપોર્ટ કરતા નિદાન થયું કે તેને હિપેટાઇટિસ એ નું ઇન્ફેક્શન થઈ ગયું છે જેને લીધે લીવર અને કિડની ફેલ થઈ ગયા છે. આનુ કારણ પાણીપુરી અને એના જેવા અન્ય ફાસ્ટ ફૂડમાં વાપરવામાં આવતા પાણી જે ખૂબ જ ગંદા હોય છે અને ડીશ ધોવામા પણ કાળજી લેવામાં આવતી નથી અને ગટર જેવા પાણીથી ધોવામાં આવે છે. પાણીપુરી ખાવામા વાંધો નથી પણ ઘરે બનાવીને ખાવી. આજે પાણી ખરાબ થયું એની અમારી ભાષામાં કંટામીનેશન કહેવાય, જે ઝેર સમાન છે.

" આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં "
ડો. કરણ મોઢવાડીયા
MD ફિઝિશિયન અને ICU સ્પેશિયાલિસ્ટ
વ્યસન મુક્તિ, મોટાપા નિષ્ણાંત
ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ
7016032669 એપોઇન્ટમેન્ટ અને ઓનલાઇન કન્સલ્ટેશન માટે વોટ્સએપ સંપર્ક

આપણા પોસ્ટ અને વિડિયો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં, તમને નહીં ખબર પણ તમે ઘણા લોકોનો જીવ બચાવી રહ્યા છો.
સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને

8 months ago | [YT] | 5

Dr. Karan Modhvadiya

" આખરે નિદાન થાય એ અન્નનળી નું કેન્સર "
મિત્રો જ્યારે તમને વારંવાર ગેસ એસીડીટીની તકલીફ છે એમ જ તમે કહેતા રહેતા હોય તો મારી આ વાત ખાસ યાદ રાખજો. જ્યારે પણ વજન ઘટવાનું ચાલુ થઈ જાય અને ક્યારેક લોહીની ઉલટી પણ આવી જાય અને ખોરાક ગળવામાં તકલીફ થઈ જાય તો સમય ના બગાડતા કારણકે એ લક્ષણો અન્નનળીના કેન્સરના છે જે મોટે ભાગે આખરી સ્ટેજમાં જ નિદાન થતું હોય છે. જેના નિદાનમાં સીટી સ્કેન અને એન્ડોસ્કોપીક બાયોપસી દ્વારા કરવામાં આવે છે. આ ફોટામાં જે દર્દી છે તેને કેન્સર વાળું અન્નનળીનો ભાગ કાઢી નાખવામાં આવ્યો અને આગળના પેટના ભાગ સાથે જોડી દેવામાં આવ્યો.

" આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં "
ડો. કરણ મોઢવાડીયા
MD ફિઝિશિયન અને ICU સ્પેશિયાલિસ્ટ
વ્યસન મુક્તિ, મોટાપા નિષ્ણાંત
ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ
7016032669 ઇમરજન્સી અને વોટ્સએપ સંપર્ક માટે જ

આપણા પોસ્ટ અને વિડિયો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં, તમને નહીં ખબર પણ તમે ઘણા લોકોનો જીવ બચાવી રહ્યા છો.
સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને

#news #explore #rajkot #gujarat #health #healthyfood #gujarati #viralchallenge #ahemdabad

9 months ago | [YT] | 9

Dr. Karan Modhvadiya

🎂મારા જન્મદિવસની અઢળક શુભકામનાઓ આપવા બદલ તમારો બધાનો ખુબ ખુબ આભાર
" આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં " આપણે આવી જ રીતે સમાજનું આરોગ્ય જ્ઞાન વધારતા જ રહેશું. મારા બધા જ વીડિયોને ખૂબ પ્રેમ આપવા માટે તમારો બધાનો ખુબ ખુબ આભાર
#drmodhvadiyamd #happybirthday

11 months ago | [YT] | 59

Dr. Karan Modhvadiya

🙏✨જય રામદેવપીર જય વિંઝાત ભગત જય લીરબાઇ માં જય નથરાજ✨🙏
29/12/24, રામદેવપીર સપ્તાહ વિસાવાડામાં ભવ્ય સીપીઆર (CPR) ટ્રેનિંગનું આયોજન અને ખૂબ જ રૂડા મનના માનવીઓ સાથે મુલાકાત. સમસ્ત વિસાવાડા મહેર સમાજનું ખૂબ ખૂબ આભાર મને આમંત્રણ આપવા બદલ અને અમને શીખવાડવાની પણ ખૂબ મજા આવી
સેવાભાવી ગીગા બાપા અને CPR શીખવામાં ખૂબ જ એક્ટિવ અને મન મોજીલા એવા રાંભીબેન સાથે મળીને ખૂબ આનંદ થયો

1 year ago | [YT] | 27