Shri Bhupendra Patel, Chief Minister of Gujarat (Official Youtube Channel)
Shri Bhupendra Rajnikant Patel was sworn-in as Gujarat’s 17th Chief Minister on September 13, 2021. Shri Bhupendrabhai Patel began his political journey as a member in Memnagar municipality and got elected as MLA from Ghatlodia constituency (Ahmedabad) in 2017 Gujarat assembly elections.
Bhupendra Patel
ગુજરાતની મુલાકાતે પધારેલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સોમનાથ હેલિપેડ ખાતે ઉમળકાભેર સ્વાગત કર્યું.
માનનીય મોદીજીની ઉપસ્થિતિમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ભારતની સનાતન ચેતના, અતૂટ આસ્થા, એકતા અને સ્વાભિમાનનો ઉત્સવ બનવાની છે.
#SomnathSwabhimanParv
10 hours ago | [YT] | 153
View 0 replies
Bhupendra Patel
અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે આયોજિત 'શામળાજી મહોત્સવ 2025-26' ના સમાપન સમારોહમાં સહભાગી થવાનો અવસર આનંદમય રહ્યો.
મેશ્વો નદીના કાંઠે આવેલું આ પ્રાચીન તીર્થધામ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી પરંતુ આપણી ભવ્ય સંસ્કૃતિ તેમજ આદિવાસી સમાજની વિરાસતનું જીવંત પ્રતીક છે.
આ અવસરે અરવલ્લી જિલ્લાના સર્વાંગી ઉત્કર્ષ માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અંદાજે રૂ. 167.85 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું.
નવા રોડ-રસ્તાઓ, શિક્ષણ, આરોગ્ય, રમતગમત વિભાગના પ્રકલ્પો સહિત અન્ય માળખાગત સુવિધાઓના જે નવા કામો આજે શરૂ થયા છે તે જિલ્લાના નાગરિકોના જીવનધોરણમાં સકારાત્મક પરિવર્તન લાવશે.
ઉપરાંત, અરવલ્લી જિલ્લાના વિચરતી અને વિમુક્તિ જાતિના 52 લાભાર્થીઓને રહેણાંક માટે પ્લોટ મંજૂરના હુકમ અર્પણ કર્યા.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં ગુજરાત 'વિકાસ ભી, વિરાસત ભી' ના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે.
તેમના માર્ગદર્શનમાં અંબાજી, શામળાજી, પાવાગઢ જેવા પવિત્ર યાત્રાધામોમાં વધી રહેલી પ્રવાસન સુવિધાઓ સ્થાનિક રોજગારી અને અર્થતંત્રને નવી ગતિ આપી રહી છે.
સાથે જ, અરવલ્લી સહિતના આદિવાસી વિસ્તારોમાં વનબંધુ કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન સહિતના આયોજન દ્વારા જનકલ્યાણની સેવાઓ આજે ઘર આંગણે પહોંચી છે.
છેવાડાના માનવી સુધી સુખ-સુવિધાઓ પહોંચાડને આપણા સાંસ્કૃતિક ગૌરવનું જતન કરવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે.
રાજ્ય સરકારે તાજેતરમાં શામળાજીને નવો તાલુકો જાહેર કર્યા બાદ મારી આ પ્રથમ મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોએ જે સ્નેહ અને આત્મીયતા વ્યક્ત કરી તે બદલ સૌનો આભારી છું.
1 day ago | [YT] | 84
View 0 replies
Bhupendra Patel
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના શરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી.
ભગવાન શામળિયાના આશીર્વાદ ગુજરાતના પ્રત્યેક નાગરિક પર સદાય રહે અને આપણું રાજ્ય સુખ, શાંતિ તથા સમૃદ્ધિના પંથે અવિરત આગળ વધતું રહે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી.
1 day ago | [YT] | 74
View 1 reply
Bhupendra Patel
હિંમતનગર તાલુકા સ્થિત સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટની મુલાકાત લઈને અહીં થતી સેવાભાવી પ્રવૃત્તિઓની જાણકારી લીધી.
શ્રી સુરેશભાઈ સોની અને ઇન્દિરાબેન સોની દ્વારા સંચાલિત આ સંસ્થા કુષ્ઠરોગીઓ અને મનોદિવ્યાંગોની સેવા માટે પ્રેમ અને હુંફનું જીવંત તીર્થ બની છે.
મારી મુલાકાત દરમિયાન દર્દીઓને મળીને તેમની સાથે વાતચીત કરવાનો, અને જીવન અંગેના તેમના અનુભવો જાણવાનો અવસર ખૂબ હૃદયસ્પર્શી બની રહ્યો.
જીવનના સંઘર્ષો સામે ખુમારીથી લડવાના તેમના અભિગમને અને છેલ્લા ૬૦ વર્ષથી ચાલી રહેલી આ નિરંતર માનવસેવાને બિરદાવું છું.
1 day ago | [YT] | 102
View 3 replies
Bhupendra Patel
गांधीनगर के महात्मा मंदिर में आयोजित 'राष्ट्रीय खनिज चिंतन शिविर' के उद्घाटन समारोह में केंद्रीय मंत्रियों और विभिन्न राज्यों के मंत्रीगणों के साथ उपस्थित रहने का अवसर ऊर्जाप्रद रहा।
भारत आज जब विश्व की सबसे तेजी से बढ़ती अर्थव्यवस्था के रूप में उभर रहा है, तब देश के खनिज क्षेत्र का विकास अत्यंत महत्वपूर्ण है।
इस चिंतन शिविर में विभिन्न राज्यों के नीति निर्धारक और विशेषज्ञ खनिज संसाधनों के कुशल उपयोग और माइनिंग सेक्टर में नई तकनीक के कार्यान्वयन पर गहन चर्चा करेंगे।
सामूहिक मंथन के माध्यम से पर्यावरण संरक्षण के साथ 'सस्टेनेबल माइनिंग' पर ध्यान केंद्रित कर खनिज क्षेत्र की चुनौतियों का सामना करने और नए अवसरों को तलाशने हेतु एक मजबूत रोडमैप तैयार किया जाएगा।
देश के खनिज क्षेत्र के सर्वांगीण विकास और भविष्य की रूपरेखा तैयार करने की दिशा में यह शिविर एक महत्वपूर्ण मंच साबित होगा।
1 day ago | [YT] | 80
View 1 reply
Bhupendra Patel
વિશ્વભરમાં વસેલા ભારતીય સમુદાયના લોકોને 'પ્રવાસી ભારતીય દિવસ'ની હાર્દિક શુભકામના.
ભારતીય સમુદાયના લોકો સમગ્ર દુનિયામાં પોતાની પ્રતિભા અને પરિશ્રમથી ભારતનું માન વધારી રહ્યા છે અને ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી રહ્યા છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં ભારતીય સમુદાયના લોકોનું યોગદાન બહુમૂલ્ય રહેશે.
#PravasiBharatiyaDiwas
1 day ago | [YT] | 82
View 1 reply
Bhupendra Patel
ગ્રામીણ ગરીબો અને શ્રમિકોના આર્થિક ઉત્કર્ષ માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલી એક દૂરંદેશી યોજના એટલે ‘વિકસિત ભારત - જી રામ જી' યોજના.
આજે ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની સાથે ઉપસ્થિત રહી પત્રકાર મિત્રોને આ યોજના અંગે જાણકારી આપી, તેમજ ગ્રામ્ય ક્ષેત્રોમાં તેના પ્રસાર માટે મીડિયા જગતને અનુરોધ કર્યો.
આ યોજના મનરેગાની સાપેક્ષે ઘણી વધુ અસરકારક સાબિત થશે. જેમાં ગરીબ લાભાર્થીને 125 દિવસ કામની ગેરંટી મળશે. ગરીબ વ્યક્તિ માત્ર મજૂરીકામ કરે એવું નહિ, પરંતુ તેનો કૌશલ્ય વિકાસ થાય, તે આગળ જતા સ્વરોજગારી દ્વારા આત્મનિર્ભર બને તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ યોજનામાં ખેતી આધારિત ઉદ્યોગો, પશુપાલન, ડેરી, ફૂડ પ્રોસેસિંગ, હસ્તકલા વગેરેને પણ આવરી લઈને તેનું ફલક વ્યાપક બનાવવામાં આવ્યું છે. ગ્રામીણ અર્થતંત્રની સમૃદ્ધિમાં તેમજ 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે ગ્રામીણ નાગરિકોના સશક્તિકરણમાં આ યોજના ઘણી પ્રભાવી સાબિત થશે.
ભારતીય જનતા પાર્ટી ગ્રામીણ વિસ્તારોમાં વધુને વધુ સ્થાનોએ પહોંચીને આ યોજનાનો પ્રસાર કરશે અને ‘હર હાથ કો કામ, હર કામ કો સન્માન’નો મંત્ર સાકાર કરશે.
4 days ago | [YT] | 204
View 5 replies
Bhupendra Patel
ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના નિયંત્રણ અને નિવારણ માટે મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરીને આ કામગીરીને વધુ સઘન બનાવવા તંત્રને જરૂરી સૂચનાઓ આપી.
પાણીજન્ય રાગચાળો ફેલાતો અટકે તે માટે ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રોમાં પીવાના પાણીના સેમ્પલ દરરોજ લેવામાં આવે અને તેની યોગ્યતા તથા ક્લોરિનેશનના રિપોર્ટ્સ મેળવ્યા પછી જ પાણી વિતરણ વ્યવસ્થા થાય તે માટેના દિશાનિર્દેશ અધિકારીઓને આપ્યા છે.
તેમજ, હાલ પાઈપલાઈન અંગેના જે કામો પ્રગતિમાં છે, તેની ફિલ્ડ વિઝિટ કરીને ગુણવત્તા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવામાં આવે તેવી સૂચના આપી.
આ ઉપરાંત, વોટર ટેસ્ટીંગનો વ્યાપ વધારવા અને લીકેજીસ તાત્કાલિક ધોરણે અટકાવવાના પગલાઓ લેવા તાકીદ કરી.
ટાઈફોઈડ નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા 85 સર્વે ટીમ બનાવીને 1.58 લાખથી વધુ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે.
ક્લોરિન ટેબલેટ્સ અને ORS પેકેટ પણ પૂરતા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યાં છે.
લીકેજીસના રિપેરીંગ કામ અગ્રતાના ધોરણે હાથ ધરાયા છે. તેમજ, તમામ પાણીના સ્રોતમાં સુપર ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે.
પરિણામે, ટાઈફોઈડના કેસોમાં હવે ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે.
4 days ago | [YT] | 136
View 2 replies
Bhupendra Patel
સુરત ખાતે સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ દ્વારા આયોજિત ભવ્ય રાજસ્વી સન્માન સમારોહમાં સહભાગી થઈ સમાજના આગેવાનો સાથે સંવાદનો અવસર ખૂબ આનંદમય રહ્યો.
સમાજ દ્વારા કરવામાં આવતા શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સેવાની પ્રવૃત્તિઓ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહી છે જે ખરેખર પ્રેરણાદાયી છે.
જ્યારે સમાજમાં સંગઠન અને સેવાના સંસ્કારોનું સિંચન થાય છે, ત્યારે રાજ્ય અને દેશની પ્રગતિ પણ વેગવંતી બને છે.
સમાજની વિવિધ સંસ્થાઓ અને સંગઠનોના સથવારે ચાલી રહેલા સેવાકીય કાર્યો છેવાડાના માનવી સુધી સુખાકારી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આ એકતા અને સેવાભાવ અવિરત જળવાઈ રહે અને આપણે સૌ સાથે મળીને ગતિશીલ અને વિકસિત ગુજરાતના નિર્માણમાં સતત યોગદાન આપતા રહીએ એવી અભિલાષા.
1 week ago | [YT] | 119
View 0 replies
Bhupendra Patel
ભગવાન શ્રી કૃષ્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ.. અખિલ બ્રહ્માંડના પાલનહાર.. જેમની લીલા અને દિવ્ય સ્વરૂપો ભક્તોને દિવ્યતાના રસમાં ગળાડૂબ કરી દે છે. આજે અમદાવાદ ખાતે ભગવાન શ્રીકૃષ્ણની જીવનલીલાને દર્શાવતી ભવ્ય સંગીતમય મહાનાટિકા ‘રાજાધિરાજ’ ની પ્રસ્તુતિ નિહાળવાનો અવસર આસ્થાની અનેરી અનુભૂતિ કરાવનાર બની રહ્યો.
1 week ago | [YT] | 103
View 3 replies
Load more