Shri Bhupendra Patel, Chief Minister of Gujarat (Official Youtube Channel)
Shri Bhupendra Rajnikant Patel was sworn-in as Gujarat’s 17th Chief Minister on September 13, 2021. Shri Bhupendrabhai Patel began his political journey as a member in Memnagar municipality and got elected as MLA from Ghatlodia constituency (Ahmedabad) in 2017 Gujarat assembly elections.
Bhupendra Patel
Delighted to join Hon’ble Union Home Minister Shri Amit Shah ji for the groundbreaking of the Pharmaceutical Academy of Global Excellence (PAGE), to be established by the Indian Pharmaceutical Alliance in Sanand Taluka, Ahmedabad
PAGE will be a national and global centre of excellence, driving a culture of quality to keep Indian pharma globally competitive.
This academy reflects the industry's confidence in Gujarat, positioning our state for long-term capability building and institution-led growth.
Gujarat is proud to be at the heart of India’s pharmaceutical ecosystem, contributing a significant share of production and reinforcing India’s role as a trusted global supplier of medicines.
Our commitment is to build global leadership in healthcare, firmly aligned with the vision of Atmanirbhar Bharat and Viksit Bharat, as envisioned by Hon'ble Prime Minister Shri Narendra Modi ji.
4 hours ago | [YT] | 92
View 1 reply
Bhupendra Patel
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) ખાતે ગુજરાતની પ્રથમ અત્યાધુનિક BSL-4 બાયો-કન્ટેઇનમેન્ટ ફેસિલિટીનું ખાતમુહૂર્ત કર્યું હતું.
ગાંધીનગરમાં 14 એકર વિસ્તારમાં રૂ. 360 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનાર આ લેબના માધ્યમથી રાજ્ય અને દેશમાં વિવિધ વાયરસ તેમજ અન્ય રોગકારક જીવાણુંઓથી થતા રોગો માટે ચોક્કસ, ઝડપી અને વિશ્વસનીય નિદાન ક્ષમતા ઉપલબ્ધ થશે.
આ માટે હવે બહારની સંસ્થાઓ પર આધાર રાખવાની જરૂર રહેશે નહિ.
આ લેબ આપણા દેશને સંભવિત મહામારીઓ સામે વધુ સુરક્ષિત બનાવશે. જેનો સીધો લાભ સામાન્ય નાગરિક સુધી પહોંચશે.
આ સુવિધા થકી ગુજરાતની ફાર્મા રિસર્ચ અને ઈનોવેશન ક્ષમતા આગળ વધશે. યુવા વૈજ્ઞાનિકો, સંશોધકો અને મેડિકલ પ્રોફેશનલ્સને હવે ગુજરાતમાં વિશ્વસ્તરીય સંશોધનની તક મળશે.
8 hours ago | [YT] | 86
View 0 replies
Bhupendra Patel
ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓને દોરીથી થતી ઈજાઓથી બચાવવા અને તેમને ત્વરિત સારવાર આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 થી 20 જાન્યુઆરી સુધી રાજ્યવ્યાપી 'કરુણા અભિયાન' શરૂ કરાયું છે, જેના ભાગરૂપે આજે અમદાવાદના બોડકદેવ ખાતે વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લઈ અબોલ જીવોની સેવાના આ યજ્ઞનું નિરીક્ષણ કર્યું.
કરુણા અભિયાનના માધ્યમથી અત્યાર સુધીમાં હજારો પક્ષીઓને નવજીવન મળ્યું છે. પક્ષીઓની સારવારમાં દિવસ-રાત જોડાયેલા તબીબો અને સ્વયંસેવી સંસ્થાઓની સેવાભક્તિ ખરેખર વંદનીય છે.
આપ સૌને પતંગોના આ પર્વમાં નિર્દોષ પક્ષીઓને નુકસાન ન પહોંચે તેની વિશેષ તકેદારી રાખવા માટે આગ્રહ કરું છું.
જો કોઈ પક્ષી ઘાયલ જણાય તો તુરંત હેલ્પલાઈન નંબર 1962 પર સંપર્ક કરી તેનો જીવ બચાવવામાં મદદરૂપ થઈએ.
#KarunaAbhiyan2026
9 hours ago | [YT] | 61
View 0 replies
Bhupendra Patel
Held a fruitful and forward-looking meeting in Gandhinagar with the German Business Delegation led by State Secretary Mr. Stefan Rouenhoff.
Under the visionary leadership of Hon’ble PM Shri Narendra Modi ji and German Chancellor H.E. Mr. Friedrich Merz, India–Germany ties are entering a new phase of trusted partnership. Gujarat is proud to play a key role in this journey.
We discussed strengthening long-term industrial cooperation, leveraging Germany’s expertise in precision engineering and advanced technologies, and facilitating investments through improved ease of doing business — including a dedicated help desk for German industries.
Aligned with Hon'ble PM’s vision of #ViksitBharat2047, Gujarat is committed to leading growth with policy-driven reforms, renewable energy expansion and globally competitive ecosystems.
1 day ago | [YT] | 132
View 3 replies
Bhupendra Patel
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને તેમની ગુજરાત મુલાકાત બાદ અમદાવાદ એરપોર્ટ ખાતેથી ઉષ્માપૂર્ણ વિદાય પાઠવી.
માનનીય મોદીજીની આ મુલાકાત અવિસ્મરણીય બની રહી. તેઓશ્રીની ઉપસ્થિતિમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ' ભારતના સનાતન ચૈતન્યનો જયઘોષ કરતો મહોત્સવ બન્યો. ધર્મ, આસ્થા, ઉત્સાહ, સ્વાભિમાન, સંસ્કૃતિના અસંખ્ય રંગોના સાક્ષી બનવાનો અવસર આ પર્વમાં મળ્યો.
માનનીય પ્રધાનમંત્રીશ્રીએ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો. દેશવિદેશના ઉદ્યોગ અગ્રણીઓ તેમજ રાજદ્વારીઓ તેમાં ઉપસ્થિત રહ્યા. સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક મંચ આપવામાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટા પાયે મૂડીરોકાણ માટે આ કોન્ફરન્સ ખૂબ મહત્ત્વની બની રહેશે.
માનનીય મોદીજીએ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન સુવિધાના ફેઝ-2 અંતર્ગત સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના રુટનું લોકાર્પણ કર્યું. બંને શહેરો વચ્ચે પરિવહનની આ આધુનિક સુવિધા નાગરિકો માટે ઘણી મહત્ત્વની સાબિત થશે.
માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જર્મનીના ફેડરલ ચાન્સેલરશ્રીની સાથે અમદાવાદમાં 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ'નો શુભારંભ પણ કરાવ્યો. ભારત-જર્મની વચ્ચે સબંધોનું ફલક વધુ વ્યાપક બનાવીને વિકાસપંથે નવા શિખર કરવાના પ્રતીક સમાન આ પતંગ મહોત્સવ બન્યો.
તેમની આ મુલાકાતથી વિકાસ અને વિરાસતની નવી ઊર્જા ગુજરાતને મળી.
1 day ago | [YT] | 195
View 6 replies
Bhupendra Patel
વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મનો શંખનાદ કરનાર, અદમ્ય ઊર્જાના સ્રોત, યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતીએ તેમના ચરણોમાં શત્ શત્ નમન.
સ્વામીજીના વિચારો માત્ર શબ્દો નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટેની પ્રેરણા છે. આજે જ્યારે ભારત વૈશ્વિક ફલક પર નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, ત્યારે તેમની "ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" ની હાકલ ભારતની યુવાશક્તિને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સદાય માર્ગદર્શન આપતી રહેશે.
વિકસિત ભારતના આધારસ્તંભ સમાન સૌ યુવાઓને 'રાષ્ટ્રીય યુવા દિવસ' ની હાર્દિક શુભકામનાઓ.
#NationalYouthDay
1 day ago | [YT] | 179
View 2 replies
Bhupendra Patel
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની ગરિમામય ઉપસ્થિતિમાં આજે સોમનાથની પવિત્ર ભૂમિ પર 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત આયોજિત શૌર્ય સભામાં સહભાગી થવાનો અવસર દિવ્યતા અને આધ્યાત્મિક ઊર્જાનો સંચાર કરનાર બની રહ્યો.
પ્રભાસ ક્ષેત્રમાં ભક્તિ અને રાષ્ટ્રપ્રેમના અનોખા સંગમ સમી આ સભામાં ઉપસ્થિત જનમેદનીનો ઉત્સાહ દર્શાવે છે કે સોમનાથ માત્ર એક મંદિર નથી પરંતુ ભારતની અજેય આત્મશક્તિ અને ગૌરવશાળી ઈતિહાસનું જીવંત પ્રતીક છે.
આ શૌર્ય સભા આપણા પૂર્વજોના બલિદાન અને શૌર્યગાથાનું સ્મરણ કરવાનો એક પવિત્ર અવસર છે.
જે રીતે સોમનાથ મહાદેવનું મંદિર અનેક આક્રમણો સામે અડીખમ રહ્યું, તે જ રીતે આ પર્વ આપણને ભારતની સાંસ્કૃતિક એકતા અને સ્વાભિમાનના સંરક્ષણ માટે પ્રેરણા આપે છે.
આ સ્વાભિમાન પર્વ નવી પેઢીને આપણા ભવ્ય વારસા અને મૂલ્યોથી પરિચિત કરાવવાનો એક પ્રશંસનીય પ્રયાસ છે.
માનનીય વડાપ્રધાનશ્રીએ 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રને પ્રાધાન્ય આપ્યું છે. જેના કારણે આજે સોમનાથ, કાશી વિશ્વનાથ અને અયોધ્યા ધામ જેવા આપણા ધાર્મિક કેન્દ્રો આધુનિક સુવિધાઓ સાથે ઝળહળી રહ્યા છે.
ગુજરાતની અસ્મિતાના કેન્દ્રબિંદુ સમાન સોમનાથ મહાદેવ પ્રત્યેની વડાપ્રધાનશ્રીની અતૂટ શ્રદ્ધા અને માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓ અને ભક્તો માટે અભૂતપૂર્વ સુવિધાઓનું નિર્માણ થઈ રહ્યું છે.
આ પ્રયાસોથી આધ્યાત્મિક પ્રવાસનને વેગ મળવાની સાથે સ્થાનિક રોજગારીની નવી તકો પણ સર્જાઈ રહી છે.
આપણી સંસ્કૃતિ, શૌર્ય અને સ્વાભિમાનનું જતન કરીને આપણે આગામી પેઢી માટે એક સશક્ત અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ બનીએ.
ભગવાન સોમનાથના આશીર્વાદ આપણા સૌ પર સદાય રહે અને આપણું ગુજરાત પ્રગતિના નવા શિખરો સર કરતું રહે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના.
#SomnathSwabhimaanParv
2 days ago | [YT] | 138
View 0 replies
Bhupendra Patel
ગુજરાતની મુલાકાતે પધારેલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સોમનાથ હેલિપેડ ખાતે ઉમળકાભેર સ્વાગત કર્યું.
માનનીય મોદીજીની ઉપસ્થિતિમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ભારતની સનાતન ચેતના, અતૂટ આસ્થા, એકતા અને સ્વાભિમાનનો ઉત્સવ બનવાની છે.
#SomnathSwabhimanParv
3 days ago | [YT] | 246
View 3 replies
Bhupendra Patel
અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે આયોજિત 'શામળાજી મહોત્સવ 2025-26' ના સમાપન સમારોહમાં સહભાગી થવાનો અવસર આનંદમય રહ્યો.
મેશ્વો નદીના કાંઠે આવેલું આ પ્રાચીન તીર્થધામ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી પરંતુ આપણી ભવ્ય સંસ્કૃતિ તેમજ આદિવાસી સમાજની વિરાસતનું જીવંત પ્રતીક છે.
આ અવસરે અરવલ્લી જિલ્લાના સર્વાંગી ઉત્કર્ષ માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અંદાજે રૂ. 167.85 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું.
નવા રોડ-રસ્તાઓ, શિક્ષણ, આરોગ્ય, રમતગમત વિભાગના પ્રકલ્પો સહિત અન્ય માળખાગત સુવિધાઓના જે નવા કામો આજે શરૂ થયા છે તે જિલ્લાના નાગરિકોના જીવનધોરણમાં સકારાત્મક પરિવર્તન લાવશે.
ઉપરાંત, અરવલ્લી જિલ્લાના વિચરતી અને વિમુક્તિ જાતિના 52 લાભાર્થીઓને રહેણાંક માટે પ્લોટ મંજૂરના હુકમ અર્પણ કર્યા.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં ગુજરાત 'વિકાસ ભી, વિરાસત ભી' ના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે.
તેમના માર્ગદર્શનમાં અંબાજી, શામળાજી, પાવાગઢ જેવા પવિત્ર યાત્રાધામોમાં વધી રહેલી પ્રવાસન સુવિધાઓ સ્થાનિક રોજગારી અને અર્થતંત્રને નવી ગતિ આપી રહી છે.
સાથે જ, અરવલ્લી સહિતના આદિવાસી વિસ્તારોમાં વનબંધુ કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન સહિતના આયોજન દ્વારા જનકલ્યાણની સેવાઓ આજે ઘર આંગણે પહોંચી છે.
છેવાડાના માનવી સુધી સુખ-સુવિધાઓ પહોંચાડને આપણા સાંસ્કૃતિક ગૌરવનું જતન કરવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે.
રાજ્ય સરકારે તાજેતરમાં શામળાજીને નવો તાલુકો જાહેર કર્યા બાદ મારી આ પ્રથમ મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોએ જે સ્નેહ અને આત્મીયતા વ્યક્ત કરી તે બદલ સૌનો આભારી છું.
4 days ago | [YT] | 97
View 0 replies
Bhupendra Patel
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના શરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી.
ભગવાન શામળિયાના આશીર્વાદ ગુજરાતના પ્રત્યેક નાગરિક પર સદાય રહે અને આપણું રાજ્ય સુખ, શાંતિ તથા સમૃદ્ધિના પંથે અવિરત આગળ વધતું રહે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી.
4 days ago | [YT] | 123
View 1 reply
Load more